વડોદરા/ ધારાસભ્ય યોગેશ પટેલની કારમાં લાગી આગ, ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો

યોગેશભાઇ પટેલની ઇનોવા કારમાં રાત્રે 3થી 30 વાગ્યાના સુમારે આગ ફાટી નીકળી હતી. સ્થાનિક વ્યક્તિએ આગના બનાવની જાણ ધારાસભ્ય યોગેશભાઇ

Gujarat Vadodara
ધારાસભ્ય
  • ધારાસભ્ય યોગેશ પટેલની કારમાં લાગી આગ
  • વહેલી સવારે શોર્ટ સર્કિટના કારણે લાગી આગ
  • જયુબેલીબાગ પોલીસ ચોકી પાસે કાર કરી હતી પાર્ક
  • ફાયર બ્રિગેડના જવાનો આગ પર મેળવ્યો કાબૂ
  • આગમાં ધારાસભ્યની કાર બળીને ખાખ થઈ

વડોદરામાં ધારાસભ્ય યોગેશ પટેલની કારમાં આગ લાગી હતી.વહેલી સવારે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી.ઉલ્લેખનીય છે કે, જયુબેલીબાગ પોલીસ ચોકી પાસે ધારાસભ્યએ કાર પાર્ક કરી હતી.તે દરમિયાન કારમાં આગ લાગતા કાર બળીને ખાખ થઈ હતી.

આ પણ વાંચો :દેશમાં કોરોનાના કેસમાં થઇ રહ્યો છે ઘટાડો,નવા 2 લાખથી વધુ કેસ,સતત ત્રીજા દિવસે રિકવરીના કેસ વધારે

આ બનાવની જાણ ફાયર બ્રિગેડને થતા તાત્કાલિક સ્થળ પર પહોંચી જઈ આગ કાબુમાં લીધી હતી આગનું કારણ શોટર્સર્કિટ હોવાનું પ્રાથમિક નજરે બહાર આવ્યું છે જ્યારે કાર બંધ હાલતમાં હતી ત્યાંરે શોર્ટ સર્કિટ થયું છે તે પણ શંકા ઉપજાવે તેવી બાબત હોવાની ચર્ચા ચાલી રહી છે.

વડોદરા શહેરના અમદાવાદી પોળમાં રહેતા અને પૂર્વ મંત્રી યોગેશભાઇ પટેલ પોળમાં પાર્કિંગની જગ્યાના અભાવના કારણે જ્યુબિલીબાગ સર્કલ પાસે પોતાની ઇનોવા કાર પાર્ક કરે છે. બુધવારે પણ તેઓએ પોતાની કાર જ્યુબિલીબાગ સર્કલ પાસે પાર્ક કરી હતી. દરમિયાન રાતેઓની કારમાં એકાએક ફાટી નીકળી હતી.

આ પણ વાંચો :  ધંધુકામાં ફાયરિંગમાં યુવકનું મોત બાદ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ,આજે બંધનું એલાન,જાણો સમગ્ર વિગત

જાહેર માર્ગ ઉપર જ્યુબિલીબાગ પાસે પાર્ક કરેલી કારમાં આગેલી આગના બનાવ અંગે ધારાસભ્ય યોગેશ પટેલના પી.એ. ગીરીશભાઇ પટેલે જણાવ્યું હતું કે, યોગેશભાઇ પટેલની ઇનોવા કારમાં રાત્રે 3થી 30 વાગ્યાના સુમારે આગ ફાટી નીકળી હતી. સ્થાનિક વ્યક્તિએ આગના બનાવની જાણ ધારાસભ્ય યોગેશભાઇ પટેલને કરતા તુરંત જ તેઓ સ્થળ પર દોડી ગયા હતા. તે સાથે આ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા લાશ્કરો ગણતરીની મિનીટોમાં પહોંચી ગયા હતા. અને કાર ઉપર પાણીમારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી.

આ પણ વાંચો :પંચમહાલના વેજલપુરમાં ટ્રકે બાઇકને અડફેટમાં લેતા ગમખ્વાર અકસ્માત,3 લોકોનાંં ઘટના સ્થળે મોત

ધારાસભ્ય યોગેશ પટેલની કારમાં આગ કેવી રીતે લાગી તે અંગેની ચર્ચા કેન્દ્ર સ્થાને રહી હતી. જોકે, હાલના તબક્કે ડીઝલ કારમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું મનાય છે.

આ પણ વાંચો :પાટડીના સુરજપરાથી જરવલા વચ્ચેના રસ્તાના રૂ. 45 લાખના ખર્ચે નવિનીકરણનું કામ હાથ ધરાયું

આ પણ વાંચો :અમદાવાદ અને સુરત મહાનગરપાલિકામાં આજે બજેટ રજૂ કરવામાં આવશે