રાજ્યમાં અકસ્માતના કિસ્સાઓ ખુબ વધી રહ્યા છે .આજેપણ લોકો બેફિકરાઇ રીતે વાહન હંકારી રહ્યા છે. ટ્રાફિકના નિયમો નેવે મુક્યા છે, જેના લીધે અકસ્માત વધી રહ્યા છે.પંચમહાલના વેજલપુર પાસે ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં 3 યુવાનના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી છે, આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ગોધરા-વડોદરા હાઇવે પર વેજલપુર પાસે આજે ત્રણ યુવાનો બાઇક પર પસાર થઇ રહ્યા હતા. આ સમયે ટ્રકે બાઇકને અડફેટેમાં લીધી હતી. જેમાં ત્રણેય યુવાનના મોત થયા હતા. ઘટનાને પગલે આસપાસના લોકોના ટોળા એકત્રિત થઇ ગયા હતા અને તુરંત પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને ત્રણેય યુવાનના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા અને ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના વાંઝીયાખુટ ગામના બે સગા ભાઇ સહિત એક જ પરિવારના 3 યુવાનોના અકસ્માતમાં મોત થયા હતા. સંતરામપુર તાલુકાના વાંઝીયાખુટના ડેમલી ફળિયામાં રહેતા બે સગાભાઇ અજય લાલસિંગ ખરાડી (ઉ.20), જયદીપ લાલસિંગ ખરાડી (ઉં27) અને વિકાસભાઈ સોમાભાઈ ખરાડી (ઉં25) રવિવારે ઘરેથી હીરાપુર ગામ તરફ જવા નીકળ્યા હતા. તે સમયે હીરાપુર ગામ પાસે ઝાલોદ-અમદાવાદ ST બસ અને બાઇક સાથે અકસ્માત થયો હતો. જેમાં બસની આગળના ભાગે બાઇક ઘૂસી ગયું હતું. આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ ત્રણેય યુવાનોના મોત થયા હતા.
