ભારતમાં કોરોના વાયરસનો ચેપ ઝડપથી વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 55,079 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ, કોરોનાનાં કારણે છેલ્લા 24 કલાકમાં 876 દર્દીઓ મોતને ભેટી ચુક્યા છે.
ભારતમાં કોરોનાનાં આંકડા પર નજર નાખીએ તો અત્યાર સુધીમાં કુલ 27,02,743 કેસ નોંધાયા છે. તેમાંથી 6,73,166 સક્રિય કેસ છે. વળી, કુલ 19,77,780 દર્દીઓ સ્વસ્થ થયા છે અથવા તો તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. વળી કોરોના વાયરસનાં ચેપથી અત્યાર સુધીમાં 51,797 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
Spike of 55,079 cases and 876 deaths reported in India, in the last 24 hours.
The #COVID19 tally in the country rises to 27,02,743 including 6,73,166 active cases, 19,77,780 discharged/migrated & 51,797 deaths: Ministry of Health and Family Welfare pic.twitter.com/Sxky8lb11G
— ANI (@ANI) August 18, 2020
27 લાખનો આંકડો પહોંચવામાં ભારતને 201 દિવસનો સમય લાગ્યો છે. 110 દિવસમાં ભારતે એક લાખનો આંકડો પાર કર્યો હતો. ત્યારબાદ કોરોના કેસોમાં તેજી જોવા મળી રહી છે. દરરોજ 50 હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે. છેલ્લા 91 દિવસમાં દેશમાં 26 લાખ કોરોનાનાં કેસ નોંધાયા છે.
આ પણ વાંચો- BRO એ માત્ર 3 અઠવાડિયામાં ચાઈના બોર્ડર નજીક બનાવ્યો નવો 180 ફૂટ ઉંચો બ્રિજ
દેશમાં આ વાયરસને માત આપનારાઓની સંખ્યા 19,77,779 થઇ ચુકી છે. રિકવરી રેટ 73.18 ટકા પર પહોંચી ગયો છે. વળી મૃત્યુ દર વિશે વાત કરીએ, તો તે આજે પણ 1.92 ટકા પર બની રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
