મુંબઇ
ભારતની જેલની હાલત ખુબ જ ખરાબ છે પણ મુંબઈની આર્થર રોડ જેલની તો વાત જ કઈક અલગ છે. ભારતમાં કરોડોનું ફૂલેકું કરી ભાગી જનાર વિજય માલ્યા માટે જેલમાં અદ્યતન સગવડતા આપવાની તૈયારીઓ ચાલી રહી છે.જો કે વિજય માલ્યા હજુ કાયદાકીય પકડમાં આવ્યો નથી પરંતું દેશની જેલમાં તેના સ્વાગતની તૈયારી કરવામાં આવી છે.
એવું માનવામાં આવી રહ્યું છે કે જો વિજય માલ્યાને ભારત લાવવામાં આવે તો તેને મુંબઇની આર્થર રોડ જેલમાં રાખવામાં આવશે.આર્થર રોડની જેલમાં ૧૨ નંબરની બેરેકમાં વિજય માલ્યાને રાખવાની તૈયારીઓ કરવામાં આવી છે. આ બીજી કોઈ નહિ પણ એ જ બેરેક છે કે જ્યાં પાકિસ્તાની આતંકવાદી અજમલ ક્સાબ માટે ખાસ પ્રકારે તૈયાર કરવામાં આવી હતી.
આવતા અઠવાડિયે આર્થર રોડ જેલ મહારાષ્ટ્રની પહેલી એવી જેલ હશે કે જ્યાં કેદી માટે જીમની વ્યવસ્થા હશે.જેલના અધિકારે કહ્યું કે આ જીમનો ઉપયોગ અમુક લોકો જ કરી શકશે. અહિયાં વર્કઆઉટ માટે ખાસ પ્રકારના સાધનો પણ હશે. આ જીમ બીજા બધા જીમથી અલગ હશે.
જેલ અધિકારીએ કહ્યું કે જે કેદી ડમ્બલ્સનો ઉપયોગ ન કરી શકતા હોય તેને વ્યાયમ માટે પાણીની બોટલમાં મીઠું ભરીને આપવામાં આવશે. જેની મદદથી તેઓ પંપ આયર્ન કરી શકશે. આ ઉપરાંત જેલ અધિક્ષકએ જણાવ્યું કે જીમમાં ૨ પ્રોફેશનલ ટ્રેનર પણ હશે.
જેલના અધિકારીએ જણાવ્યું હતું કે જેલના કેદીની માંગના લીધે જીમ બનાવવામાં આવી રહ્યું છે.કેદીઓનું કહેવું છે કે જીમમાં કસરત કરવાથી તેમનો તણાવ ઓછો થાય છે. જેલની ક્ષમતા કરતા અહી કેદીની સંખ્યા વધારે છે.કેટલાય વૃદ્ધ સ્વથ્યની સમસ્યાથી હેરાન થઇ રહ્યા છે. આ તમામ કારણોસર જીમ ઘણું ઉપયોગી નીવડશે.
મહત્વનું છે કે જીમમાં એક સાથે ૨૦ થી ૨૫ કેદી વર્કઆઉટ કરી શકશે.એક કેદીને વર્કઆઉટ માટે ૪૫ મિનિટ આપવામાં આવશે.જેલના અધિકારીએ કહ્યું હતું કે જેલમાં આજે પણ એવા કેદી છે કે જે પોતાને ફીટ રાખવા માટે બેરેકમાં જ વર્કઆઉટ કરે છે.આ જીમ તમામ કેદીને ઘણું કામ લાગશે.
હવે જો વિજય માલ્યા આર્થર રોડ જેલમાં આવશે તો તેને જીમનો લાભ મળશે.સુત્રો એમ પણ કહે છે કે આર્થર રોડ જેલમાં વિજય માલ્યાને સંભવિત એન્ટ્રીના કારણે જ આ જીમ ઝડપથી બનાવવામાં આવી રહ્યું છે.
