જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ કહ્યું છે કે, સરકાર ગુર્જર બકરવાલ સમુદાયને અહીંથી ભગાડવાનો પ્રયાસ કરી રહી છે. અને ઈચ્છે છે કે ભારતના અન્ય લોકો અહીં સ્થાયી થાય.
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તીએ ફરી એક વખત ઉશ્કેરણીજનક નિવેદનો આપ્યા છે. સરકાર પર આરોપ લગાવ્યો છે કે કાશ્મીરીઓને તેમના સ્થળોએથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહી છે. અને બહારના (ભારતના અન્ય સ્થળના) લોકો અહીં સ્થાયી થયા. મહેબૂબા મુફ્તીએ આ અંગે ગંભીર પરિણામની ચેતવણી પણ ઉચ્ચારી છે.
Bihar / નીતીશ કુમારે સાતમીવાર બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધાR…
રાષ્ટ્રીય પ્રેસ ડે / અમિત શાહે કહ્યું, ‘મોદી સરકાર પ્રેસની સ્વતંત્રતાનું ગળ…
Coronavirus Alert / કોરોનાનું સંક્રમણ વધે તો પહોચી વળવા આરોગ્ય વિભાગ સક્ષમ : ડે….
સરકાર ઉપર ગંભીર આક્ષેપો
મહેબૂબા મુફ્તીએ કહ્યું છે કે, , સરકાર ગુર્જર બકરવાલ સમુદાયને અહીંથી ભગાડવાનો પ્રયાસ કરી રહી છે. અને ઈચ્છે છે કે ભારતના અન્ય લોકો અહીં સ્થાયી થાય. મહેબૂબા મુફ્તીએ આરોપ લગાવ્યો છે કે સરકાર ઈચ્છે છે કે અહીંના લોકો ભાગી જાય. વિવાદાસ્પદ નિવેદન આપતાં મહેબૂબા મુફ્તીએ કહ્યું છે કે, ‘આ શાંતિ પ્રેમાળ મુસ્લિમોને બળપૂર્વક દબાણ કરવામાં આવી રહ્યું છે. તેમની સાથે ચેડાં કરશો નહીં, તેનાથી ખૂબ જોખમી પરિણામો આવી શકે છે. મુફ્તીએ કહ્યું છે કે સરકાર જમ્મુ-કાશ્મીરની જમીન વેચવા માંગે છે.
