અલવર
દેશમાં યોજાયેલ પેટા ચૂંટણી પરિણામ જાહેર થઇ ગયું છે. પાંચ મતદારક્ષેત્રોમાં 29 જાન્યુઆરીના રોજ મતદાન થયું હતું,જેનું પરિણામ આજે આવ્યું હતું.પેટા ચૂંટણીના આ પરિણામો ચોંકાવનારા હતા.રાજસ્થાનમાં ભાજપની સરકારની પીછે હઠ થઇ છે અને ત્રણ સીટો પર પરાજય થયો છે. રાજસ્થાન માંડલગઢની વિધાનસભાની સીટ પર કોંગ્રેસના ઉમેદવારે જીત મેળવી છે.રાજસ્થાનમાં અજમેર,અરવલી સસંદની સીટ પર બીજેપીને પછાડીને કોંગ્રેસના ઉમેદવારોએ જીત મેળવી હતી.
રાજસ્થાનમાં ત્રણ સીટ પર ભાજપનો પરાજય થવાથી વસુંધરા રાજે સરકારને મોટો ફટકો પડ્યો હતો.
તો બીજી તરફ પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના ત્રિણુમુલ કોંગ્રેસે તેની વિજય કુચ ચાલુ રાખી હતી.ત્રિણુમુલ કોંગ્રેસે ઉલબેરિયાની લોકસભાની સીટ પર વિજય મેળવ્યો હતો.ટીએમસીએ નવપાડાની વિધાનસભાની સીટ પણ 1 લાખ કરતા વધુ માર્જીનના મતોથી જીતી હતી.
