Ajit Pawar Plane Crash Surat Connection: મહારાષ્ટ્રના રાજકારણમાં આજે એક મોટો અને આઘાતજનક વળાંક આવ્યો છે. ડેપ્યુટી મુખ્યમંત્રી અજિત પવારનું બારામતી એરપોર્ટ પર વિમાન દુર્ઘટનામાં નિધન થયું છે. આ દુઃખદ સમાચારની સાથે જ સુરતમાં પણ તેની ચર્ચા તેજ બની છે, કારણ કે જે વિમાનમાં અજિત પવાર સવાર હતા, તે જ વિમાન માત્ર બે દિવસ પહેલા સુરત એરપોર્ટ પર લેન્ડ થયું હતું.

સુરતમાં ISPL ક્રિકેટ લીગ માટે આવ્યું હતું વિમાન
મળતી વિગતો મુજબ, VSR વેન્ચર્સ પ્રાઈવેટ લિમિટેડનું આ ‘લિયરજેટ-45’ વિમાન ગત 25 અને 26 જાન્યુઆરીના રોજ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવ્યું હતું. સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં રમાઈ રહેલી ISPL (Indian Street Premier League) ટુર્નામેન્ટના સંદર્ભમાં કોલકાતા ટીમની માલિકી ધરાવતા પરિવારના સભ્યો અને અન્ય સેલિબ્રિટીઝ આ વિમાનમાં મુંબઈથી સુરત આવ્યા હતા.
Ajit Pawar: વિમાનમાં કોણે કર્યો હતો પ્રવાસ?
માહિતી મુજબ, આ વિમાનમાં કમ્બોઝ, સચદેવ યાદવ અને લખેકર અટક ધરાવતા અંદાજે 10 મુસાફરોએ પ્રવાસ કર્યો હતો. 26 જાન્યુઆરીએ આ વિમાન મુંબઈથી સુરત આવ્યું અને રાત્રે ફરી સુરતથી મુંબઈ પરત ફર્યું હતું. સુરત એરપોર્ટ પર લેન્ડિંગ અને ટેક-ઓફ સમયે આ વિમાનની રૂટિન તપાસ કરવામાં આવી હતી અને તેની પાસે તમામ જરૂરી સર્ટિફિકેટ પણ ઉપલબ્ધ હતા.

શું છે આ ‘લિયરજેટ-45’ અને VSR વેન્ચર્સ?
નવી દિલ્હી સ્થિત ખાનગી ચાર્ટર્ડ કંપની ‘VSR વેન્ચર્સ’નું લિયરજેટ-45 વિમાન, જે તેની ઝડપ અને લક્ઝરી માટે જાણીતું છે, તે બારામતીમાં ગંભીર અકસ્માતનો ભોગ બન્યું છે. આ દુર્ઘટનામાં અજિત પવાર સહિત કુલ પાંચ લોકોના કરુણ મોત નિપજ્યા છે, જેના કારણે સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
આ પણ વાંચો: અજિત પવારના આજે અંતિમ સંસ્કાર, તેમના પૈતૃક ગામમાં અંતિમ સંસ્કાર માટે પાર્થિવ શરીર રાખવામાં આવ્યું
આ પણ વાંચો: અજિત પવારના નિધન પર ભાવુક થયા પીએમ મોદી, કહ્યું- ‘દુઃખની આ ઘડીમાં…’
આ પણ વાંચો: વિમાન દુર્ઘટનામાં અજિત પવારનું મોત, બારામતી અકસ્માતમાં 5 લોકોના મોત
