Dharma & Bhakti/ ચમકી ઉઠશે આ 3 રાશિઓનું ભાગ્ય, ગ્રહોના રાજકુમાર બુધ થશે માર્ગી, 11 ઑગસ્ટથી અચાનક ધનલાભના યોગ!

વૈદિક જ્યોતિષ અનુસાર, બુધ ગ્રહ માર્ગી બનવા જઇ રહ્યો છે, જેથી 3 રાશિના જાતકોને વેપારમાં ધનલાભ ઉપરાંત, ભાગ્યોદયનો પ્રબળ યોગ રચાઇ શકે છે…

Dharma & Bhakti Rashifal Trending

Dharma & Bhakti: વૈદિક પંચાંગ અનુસાર, ગ્રહોના રાજકુમાર એવા બુધ ગ્રહની ચાલમાં જ્યારે પણ પરિવર્તન આવે છે ત્યારે, એનો પ્રભાવ વિવિધ રાશિઓ અને મનુષ્ય જીવન પર અવશ્ય જોવા મળે છે. બુધ ગ્રહ 11 મી ઑગસ્ટે કર્ક રાશિમાં માર્ગી થવા જઇ રહ્યો છે, જેની અસર તમામ રાશિના જાતકો પર પડશે, પરંતુ 3 રાશિઓ એવી છે કે જેમનું ભાગ્ય આ સમયે ચમકી શકે છે. આ ઉપરાંત, વેપારમાં લાભ અને નોકરીમાં ઇન્ક્રીમેન્ટ ના યોગો બની રહ્યાં છે. તો આવો જાણીએ, આ નસીબવંતી રાશિઓ કઇ છે?

તુલા રાશિ (Libra Zodiac)

આ જાતકો માટે બુધ ગ્રહનું સીધી ચાલે ચાલવું એ લાભપ્રદ સિદ્ધ થઇ શકે છે. કારણ કે, બુધ ગ્રહ તમારી રાશિથી કેરિયર અને વ્યવસાયના સ્થાન પર માર્ગી થવા જઇ રહ્યો છે. આથી, આવા સમયે તમને નોકરી-ધંધામાં સારી એવી સફળતા મળી શકે છે. વળી, જો તમે પોતાનો વ્યવસાય કરતા હો તો, તમારા વ્યવસાયને આગળ વધારવાના યોગો પણ બની રહ્યાં છે. આ ઉપરાંત, બેરોજગાર લોકોને નોકરીના નવા નવા અવસરો પ્રાપ્ત થશે. જોબ કરી રહેલા જાતકોને એમની મહેનતનું ફળ મળશે અને કોઇ મોટી કંપની સાથે જોડાવાનો મોકો મળશે. આ સાથે પદોન્નતિના યોગો પણ બની રહ્યાં છે.

વૃશ્ચિક રાશિ (Scorpio Zodiac)

બુધ ગ્રહની સીધી ચાલ કર્ક રાશિના જાતકો માટે ઘણી જ લાભદાયક સિદ્ધ થઇ શકે છે. કારણ કે, બુધ ગ્રહ તમારી ગોચર કુંડળીથી ભાગ્ય ભાવ પર માર્ગી થવા જઇ રહ્યો છે જેના કારણે અત્યારે તમને નસીબનો સાથ મળી શકે છે, સાથોસાથ તમે કોઇ ધાર્મિક અથવા માંગલિક કાર્યક્રમમાં પણ સામેલ થઇ શકો છો. આ ઉપરાંત, તમે નાની-મોટી મુસાફરી પણ કરી શકો છો જે શુભ રહેશે. આ દરમિયાન, તમે કોઈ નવા કાર્યનો આરંભ પણ કરી શકો છો. સામાજીક માન-સન્માન વધશે અને પરિવારમાં માંગલિક કાર્ય પણ થઇ શકે છે. વિધાર્થીઓને ભણવામાં સારી સફળતા મળશે.

મિથુન રાશિ (Gemini Zodiac)

આ રાશિના જાતકો માટે બુધ ગ્રહનું સીધી ચાલે ચાલવું અનુકૂળ સિદ્ધ થઇ શકે છે કારણ કે, બુધ ગ્રહ તમારી રાશિથી દ્વિતિય ભાવ પર સીધી ચાલે ચાલવા જઇ રહ્યાં છે. જેના કારણે આ સમય દરમિયાન, તમને સમય-સમય પર અચાનક ધન-સંપત્તિની પ્રાપ્તિ થતી રહેશે અને તમારી સંપત્તિમાં પણ સારો એવો વધારો થશે ઉપરાંત, વાહનસુખની પ્રાપ્તિ થશે. આ રાશિના યુવા જાતકો, કોઈ અંગત વ્યક્તિની મદદથી તેમનો વ્યવસાય શરુ કરી શકે છે. વળી, નોકરી કરી રહેલા જાતકોને પોતાની પ્રતિભા નિખારવાનો મોકો મળશે તથા તેઓ પોતાની કારકિર્દીને ગંભીરતાથી લેશે. તમારી વાણીમાં પ્રભાવ વધશે, જેનાથી લોકો અભિભૂત થશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો: