કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું રાશિફળ (Aaj nu Rashifal)
આજનું પંચાંગ મુજબ આ અઠવાડિયું મેષ રાશિના જાતકો માટે આર્થિક વૃદ્ધિ લાવનારું સાબિત થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં ભાવુકતા રહેશે અને વેપારિક યાત્રાને કારણે થાક અનુભવાઈ શકે છે, જોકે અઠવાડિયાના અંતે સુખદ સમાચાર મળવાની સંભાવના છે. વૃષભ રાશિના જાતકો માટે આર્થિક રીતે સમય અનુકૂળ છે અને રોકાણનું સારું ફળ મળી શકે છે. પરિવાર સાથે સુમેળ રહેશે, લવ લાઈફમાં સુધારો આવશે અને સ્વાસ્થ્યમાં પણ સુધારો દેખાશે. મિથુન રાશિના લોકો પરિવારના સહકારથી સમસ્યાઓ ઉકેલી શકશે, આર્થિક પ્રગતિ થશે અને માનસિક તણાવ ઘટશે, પરંતુ પ્રેમ સંબંધોમાં એકલતા અનુભવાઈ શકે છે તથા વેપારિક યાત્રા ટાળવી યોગ્ય રહેશે.
આજનું રાશિફળ (Aaj nu Rashifal)
મેષ: આ અઠવાડિયે આર્થિક ધન વૃદ્ધિ થતી દેખાઈ રહી છે.
- પ્રેમ સંબંધમાં મન ભાવુક રહેશે.
- વેપારિક યાત્રાને કારણે વધુ થાક અનુભવી શકો છો.
- અઠવાડિયાના અંતે સુખદ સમાચાર મળી શકે.
ઉપાય : મંગળવાર ના દિવસે રાહુ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.

વૃષભ: આર્થિક દ્રષ્ટિકોણથી સમય અનુકૂળ છે અને રોકાણનું સારું ફળ મળશે.
- આ અઠવાડિયે પરિવાર સાથે સુમેળ રહેશે.
- લવ લાઈફ વધુ સારી બનાવાની ઘણી તક મળશે.
- સ્વાસ્થ્યમાં સુધારો આ અઠવાડિયે થતો દેખાઈ રહ્યો છે.
ઉપાય : દરરોજ ૨૪ વાર “ઓમ શુક્રાય નમઃ” મંત્ર નો જાપ કરો.

મિથુન: આ અઠવાડિયે પરિવાર જીવનની સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરશે.
- આર્થિક મામલે પ્રગતિ થશે અને સ્ટ્રેસ પણ ઘટશે.
- પ્રેમ સંબંધમાં એકલતા અનુભવશો.
- વેપારિક યાત્રા આ અઠવાડિયે ટાળવાની સલાહ છે.
ઉપાય : બુધવાર ના દિવસે ગરીબ સ્કુલ ના છોકરાઓ ને નોટબુક દાન કરો.

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
કર્ક: પરિવારમાં નવી શરૂઆતથી મન પ્રસન્ન રહેશે.
- આર્થિક સ્થિતિ બંધનમાં મૂકી શકે છે.
- રોકાણ તરફ ધ્યાન આપવાની જરૂર છે.
- પ્રેમ સંબંધમાં કોઈ વાતો સાંભળ્યા વિના પોતાનું ધાર્યું કરવું.
ઉપાય : દરરોજ ૧૦૮ વાર “ઓમ વાયુપુત્રાય નમઃ” મંત્ર નો જાપ કરો.

સિંહ : કાર્યક્ષેત્રે પ્રગતિ થશે અને સુખદ સમાચાર મળી શકે છે.
- આ સપ્તાહ વેપારની દ્રષ્ટિએ સારું રહેવાનું છે.
- પરિવારમાં બધા સાથે હોવા છતાં એકલતા અનુભવશો.
- મન પ્રફુલ્લિત રહેશે.
ઉપાય : દરરોજ આદિત્ય હૃદયમ નો જાપ કરો.

કન્યા : કાર્યક્ષેત્રે સંતુલન જાળવો ત્યારે જ પ્રગતિનો માર્ગ મોકળો થશે.
- આર્થિક ધન વૃદ્ધિના શુભ સંયોગ બની રહ્યા છે.
- કોઈ રોકાણને લીધે મન ચિંતિત રહેશે.
- પરિવારમાં ખુશીઓનું આગમન થશે.
ઉપાય : દરરોજ વિષ્ણુ સહસ્ત્રનામ નો જાપ કરો.

તુલા : પ્રેમ સંબંધમાં નવી શરૂઆત મનને પ્રફુલ્લિત કરશે.
- આ અઠવાડિયે વેપારિક યાત્રામાં સારી સફળતા મળી શકે.
- કાર્યક્ષેત્રે કરેલી મહેનત ભવિષ્યમાં શુભ સમાચાર આપશે.
- ઠોસ નિર્ણય લઈને પ્રયાસ કરશો તો સારા પરિણામ મળી શકે છે.
ઉપાય :દરરોજ પ્રાચીન લલિતા સહસ્ત્રનામ નો જાપ કરો.
આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃશ્ચિક : આર્થિક ધન લાભની સારી સ્થિતિ બને.
- રોકાણનું શુભ ફળ મળશે.
- પ્રિયજનોના સાંનિધ્યમાં સુખ-શાંતિ અનુભવશો.
- આ અઠવાડિયે વેપારિક યાત્રા દ્વારા વિશેષ લાભ મળી શકે છે.
ઉપાય : દરરોજ ભગવાન નરસિંહ ની પુજા કરો.

ધન : કાર્યક્ષેત્રે કડક વલણ રાખશો તો જ સારા પરિણામ મળશે.
- સ્વાસ્થ્યમાં સારો સુધારો દેખાઈ રહ્યો છે.
- પ્રેમ સંબંધમાં બાહ્ય હસ્તક્ષેપ જીવનમાં કષ્ટ લઈને આવી શકે.
- પરિવારના કેટલાક મુદ્દે દુઃખી રહેશો.
ઉપાય : ગુરુવાર ના દિવસે વૃધ્ધ લોકોને ભોજન દાન કરો.

મકર : કાર્યક્ષેત્રે પ્રગતિ થશે અને માન-સન્માન વધશે.
- સ્વાસ્થ્યમાં સારો સુધારો દેખાશે અને તંદુરસ્તી અનુભવશો.
- પ્રેમ સંબંધ રોમેન્ટિક રહેશે અને સાથી સાથે પાર્ટીના મૂડમાં રહેશો.
- તમે કોઈ સારા સ્થળે યાત્રા કરવાનું વિચારી શકો છો.
ઉપાય : દરરોજ ૧૧ વાર “ઓમ નમઃ શિવાય” નો જાપ કરો.
આજનું રાશિફળ (Aaj nu Rashifal)

કુંભ : આર્થિક ધન વૃદ્ધિના શુભ સંયોગ આ અઠવાડિયે બની રહ્યા છે.
- પ્રેમ સંબંધમાં સુખદ અનુભવ રહેશે.
- આ અઠવાડિયે તમે ઘરની સજાવટ માટે શોપિંગ કરશો.
- કાર્યક્ષેત્રે આ અઠવાડિયે તકલીફ થઈ શકે છે.
ઉપાય : દરરોજ ૧૧ વાર “ઓમ શિવ ઓમ શિવ ઓમ શિવ ઓમ” નો જાપ કરો.

મીન : આ અઠવાડિયે પ્રેમ સંબંધ જીવનમાં પ્રસન્નતા લાવી શકે છે.
- વેપારમાં એકાએક નુકસાન વેઠવું પડી શકે છે.
- આર્થિક વ્યય વધારે રહેશે.
- આ અઠવાડિયું યાત્રા માટે અનુકૂળ ના હોવાથી ટાળી દેવી.
ઉપાય : દરરોજ ૨૧ વાર “ઓમ બ્રહ્સ્પતે નમ:” નો જાપ કરો.
આ પણ વાંચો:જીવનમાં સફળ થવું છે તો, સ્મરણ કરો આ ચાણક્ય નીતિ સૂત્રો, સફળતા સામે ચાલીને સ્વાગત કરશે!
આ પણ વાંચો:જીવનની જટિલ સમસ્યાઓના ઉકેલ માટે તથા સફળતાની પ્રાપ્તિ માટે લાલ કિતાબના ઉપાયો…
આ પણ વાંચો: લાલ કિતાબના આ અચૂક ઉપાય તમને અપાવશે, જીવનની તમામ સમસ્યાઓમાંથી મુક્તિ…

