Business News/ એક જ દિવસમાં સોનું ₹3000 અને ચાંદી ₹17000 સસ્તું થયું, જાણો 22-24 કેરેટનો ભાવ

Gold Silver Price Today: 15 મેના રોજ સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો. MCX પર સોનું ₹3000 અને ચાંદી ₹17000 સસ્તું થયું. અમદાવાદ અને વડોદરામાં 24 કેરેટ સોનાનો ભાવ જાણવા વાંચો પૂરો અહેવાલ.

Trending Business
Gold Silver Price Today

Gold Silver Price Today: વૈશ્વિક બજારમાં થઈ રહેલી મોટી હલચલ અને સરકારના નિર્ણયોની સીધી અસર સોના-ચાંદીના ભાવ પર જોવા મળી રહી છે. 13 અને 14 મેના રોજ ભાવમાં તોતિંગ વધારો થયા બાદ, આજે 15 મેના રોજ વાયદા બજાર (MCX) અને છૂટક બજાર બંનેમાં સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. રોકાણકારો અને લગ્નની ખરીદી કરનારાઓ માટે આ રાહતના સમાચાર છે.

MCX પર ભાવમાં ભારે ગાબડું

આજે સવારથી જ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર કિંમતી ધાતુઓના ભાવ નીચે ઉતરી રહ્યા છે. સવારે 11:20 વાગ્યા સુધીના ડેટા મુજબ, સોનાના પ્રતિ 10 ગ્રામના ભાવમાં ₹3000 થી વધુનો ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે ચાંદીના પ્રતિ કિલોગ્રામના ભાવમાં ₹17,000થી વધુનો તોતિંગ કડાકો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે 13 મેના રોજ જ્યારે સરકારે આયાત જકાત (Import Duty) વધારી ત્યારે સોનામાં એક જ દિવસમાં ₹11,000 નો ઉછાળો આવ્યો હતો, જેની સામે આજે મોટો સુધારો જોવા મળી રહ્યો છે.

Gold Silver Price Today

છૂટક બજારમાં આજની સ્થિતિ

Bullion.co.in ના આંકડા મુજબ, છૂટક બજારમાં પણ સોનામાં પ્રતિ 10 ગ્રામ ₹2,820 નો ઘટાડો થતા ભાવ ₹1,59,830 પર સ્થિર થયો છે. જ્યારે ચાંદીમાં ₹16,780 નો ઘટાડો થતા તે ₹2,74,980 પ્રતિ કિલો પર પહોંચી છે.

ગુજરાતના મુખ્ય શહેરોમાં આજનો ભાવ (પ્રતિ 10 ગ્રામ)

શહેર 24-કેરેટ સોનું 22-કેરેટ સોનું
અમદાવાદ ₹1,60,140 ₹1,46,800
વડોદરા ₹1,60,140 ₹1,46,800
મુંબઈ ₹1,60,090 ₹1,46,750
દિલ્હી ₹1,60,240 ₹1,46,900

Gold Silver: ભાવ ઘટવા પાછળનું કારણ?

નિષ્ણાંતોના મતે, અમેરિકા અને ઈરાન વચ્ચેના વૈશ્વિક તણાવની અસરો વચ્ચે પીએમ મોદી દ્વારા સોનું ન ખરીદવાની અપીલ અને બજારમાં જોવા મળેલી પ્રોફિટ બુકિંગને કારણે આ ઘટાડો જોવા મળ્યો છે. બીજી તરફ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થતા સામાન્ય માણસના બજેટ પર અસર પડી છે, જેની અસર પણ કિંમતી ધાતુઓની માંગ પર જોવા મળી રહી છે.


આ પણ વાંચો :MCX પર સોનું-ચાંદી થયું સસ્તું, ટોચની કિંમત ₹1.89 લાખથી નીચે

આ પણ વાંચો :અખાત્રીજે અમદાવાદમાં સોનું 1.58 લાખને પાર, જાણો ચાંદીના લેટેસ્ટ ભાવ અને શુભ મુહૂર્ત