મંજૂરી/ સરકારે રાકેશ ઝુનઝુનવાલાની આકાસા એરલાઇનને મંજૂરી આપી

શેર બજારના બિગબુલ રાકેશ ઝુનઝુનવાલાની આકાસા એરને વિમાની સેવા શરૂ કરવા માટે સરકાર તરફથી ગ્રીન સિગ્નલ મળી ગયું છે.

Top Stories
modiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii સરકારે રાકેશ ઝુનઝુનવાલાની આકાસા એરલાઇનને મંજૂરી આપી

ઝુનઝુનવાલા નવી એરલાઈન વેન્ચરમાં 3.5 કરોડ ડોલર એટલે કે લગભગ 247 કરોડ રૂપિયાનું રોકાણ કરી શકે છે. એરલાઈન કંપનીમાં આગામી 4 વર્ષમાં 70 એરક્રાફ્ટ્સને સામેલ કરવાની વાત પણ સામે આવી રહી છે. ફોર્બ્સ મુજબ ઝુનઝુનવાલાની નેટવર્થ 4.6 અબજ ડોલર એટલે કે 34.21 હજાર કરોડ રૂપિયા છે.શેર બજારના બિગબુલ રાકેશ ઝુનઝુનવાલાની આકાસા એરને વિમાની સેવા શરૂ કરવા માટે સરકાર તરફથી ગ્રીન સિગ્નલ મળી ગયું છે.

આકાસા એર બ્રાંડના નામથી ભારતીય વિમાન સેક્ટરમાં ઉતરી રહેલી SNV એવિએશન પ્રાઈવેટ લિમિટેડે પોતાના નિવેદનમાં કહ્યું કે, કંપનીને ભારતના એવિએશન મિનિસ્ટ્રી તરફથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ એટલે કે NOC મળી ગયું છે. આકાસા એરની યોજના 2022ના ઉનાળામાં પોતાની વિમાની સેવા શરૂ કરવાની યોજના છે.

કંપની હવે આવતા વર્ષે ઉનાળામાં પોતાની સર્વિસ શરૂ કરવા માટે ડાયરેક્ટરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) પાસેથી લાયસન્સ માગી શકે છે. આકાસા એરમાં જેટ એરવેઝમાં CEO પદે રહી ચુકેલા વિનય દુબે પણ જોડાયા છે, તેઓ જ આ કંપનીની કમાન સંભાળશે.

રાકેશ ઝુનઝુનવાલાએ રારે એંટરપ્રાઇઝ (RaRe Enterprises) નામે એક કંપની બનાવી છે જે ટ્રેડિંગનું કામ સંભાળે છે. આ કંપનીનું નામમાં રા એટલે રાકેશ ઝુનઝુનવાલા અને રે એટલે તેમના પત્ની રેખા ઝુનઝુનવાલાના નામ પરથી બનેલી છે. આ ઉપરાંત તેમણે હંગામા ડિજિટલ મીડિયા એન્ટરટેઇનમેન્ટ નામની કંપની પણ શરુ કરેલી છે જે મનોરંજન ક્ષેત્રે કાર્યરત છે.