Not Set/ રેવન્યુ વિસ્તાર માંથી 3 બાળ સિંહના મૃતદેહ મળ્યા, વનવિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી

અમરેલી, અમરેલીના ખાંભા તુલસીશ્યામ રેન્જના પીપળવા રાઉન્ડ માંથી ખડાધાર રેવન્યુ વિસ્તાર માંથી 3 સિંહ બાળના મૃતદેહ મળ્યા. જે વિસ્તારમાં સિંહણ ઉપર ગોવાળ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. તે નજીકના વિસ્તાર માંથી સિંહ બાળના મૃતદેહ મળ્યા. આ ત્રણેય સિંહબાળ આ જ સિંહણના હોવાનું સ્થાનિક લોકોની આશંકા સેવાઇ રહી છે. સિંહબાળના મૃતદેહ અંગે વનવિભાગ દ્વારા તપાસ હાથ […]

Top Stories Gujarat Others
mantavya 405 રેવન્યુ વિસ્તાર માંથી 3 બાળ સિંહના મૃતદેહ મળ્યા, વનવિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી

અમરેલી,

અમરેલીના ખાંભા તુલસીશ્યામ રેન્જના પીપળવા રાઉન્ડ માંથી ખડાધાર રેવન્યુ વિસ્તાર માંથી 3 સિંહ બાળના મૃતદેહ મળ્યા. જે વિસ્તારમાં સિંહણ ઉપર ગોવાળ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. તે નજીકના વિસ્તાર માંથી સિંહ બાળના મૃતદેહ મળ્યા.

આ ત્રણેય સિંહબાળ આ જ સિંહણના હોવાનું સ્થાનિક લોકોની આશંકા સેવાઇ રહી છે. સિંહબાળના મૃતદેહ અંગે વનવિભાગ દ્વારા તપાસ હાથ ધરવા માં આવી.

વેટનરી ડોક્ટર્સ અને એફએસએલની ટીમે આ ત્રણેય મૃતદેહોનું નિરીક્ષણ કર્યા પછી આ સિંહ બાળ અંદાજે 4થી 5 મહિનાના જણાયા હતા. તેમના માથાના, પીઠના અને પેટના ભાગે રાક્ષસી દાંત (કેનાઇન ટીથ)ના ઉંડા નિશાન જોવા મળ્યા હતા

આ વિસ્તારમાં અન્ય સિંહો વચ્ચે ઇનફાઇટ થઈ હોવાના ચિન્હો પણ જોવા મળ્યા હતા. જમીન પર ઢસરડા અને મોટી સંખ્યામાં સિંહોના પગ જોવા મળ્યા હતા. આમ વન વિભાગનો પ્રાથમિક દ્રષ્ટીએ દાવો છે કે ત્રણ સિંહબાળના મોત ઇનફાઇટમાં થયા હશે. સિંહબાળના મૃતદેહની બાજુમાં નિલગાય નરનું મારણ પણ હતું.

સિંહબાળમાં મૃતદેહની ઘટના સામે આવતા ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા સિંહબાળના મોત અંગે સ્થાનિક વનવિભાગનું ભેદી મૌન. સિંહબાળના મોત ઇનફાઈટમાં ખપાવી દેવાની સ્થાનિક વનવિભાગની કવાયત શરૂ કરાઇ છે.