Not Set/ મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં પાણીનું જોડાણ કાપવાના મામલે રમખાણ, 2ના મોત, 30 ઘાયલ

ઔરંગાબાદ, મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં હિંસા ભડકી ઉઠી છે. ગત રાત્રે પાણીના મામલે થયેલા એક સામાન્ય ઝગડાએ બે સમુદાયોની વચ્ચે હિંસાનું સ્વરૂપ પકડી લીધું હતું. ઔરંગાબાદ શહેરના પુરાણા (જૂના) વિસ્તારમાં જોરદાર હિંસા થઈ હતી. જૂના શહેરમાં હજુ સુધી તંગદિલીભરી સ્થિતિ બનેલી છે. આગચંપી અને હિંસાની વ્યાપક ઘટનાઓના કારણે શહેરમાં દરેક સ્થળે કલમ-૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે. […]

Top Stories India Trending
6 7 મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં પાણીનું જોડાણ કાપવાના મામલે રમખાણ, 2ના મોત, 30 ઘાયલ

ઔરંગાબાદ,

મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં હિંસા ભડકી ઉઠી છે. ગત રાત્રે પાણીના મામલે થયેલા એક સામાન્ય ઝગડાએ બે સમુદાયોની વચ્ચે હિંસાનું સ્વરૂપ પકડી લીધું હતું. ઔરંગાબાદ શહેરના પુરાણા (જૂના) વિસ્તારમાં જોરદાર હિંસા થઈ હતી. જૂના શહેરમાં હજુ સુધી તંગદિલીભરી સ્થિતિ બનેલી છે. આગચંપી અને હિંસાની વ્યાપક ઘટનાઓના કારણે શહેરમાં દરેક સ્થળે કલમ-૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં કર્ફ્યું પણ લગાવી દેવામાં આવ્યો છે. મીડિયાના અહેવાલો મુજબ હિંસાની ઘટનાઓમાં એક વ્યક્તિનું મોત થયું છે. જયારે મહારાષ્ટ્રના ગૃહમંત્રીના જણાવ્યા મુજબ આ હિંસામાં બે વ્યક્તિના મોત નીપજ્યુ છે.

ઉલ્લેખનીય છે કે, ઔરંગાબાદમાં ગત માર્ચ માસમાં રામનવમીના શોભાયાત્રા દરમિયાન પણ જૂથ અથડામણ થઇ હતી જેમાં ત્રણ વ્યક્તિના મોત નીપજ્યા હતા અને સંપત્તિને પણ ભારે નુકશાન પહોંચ્યું હતું.

ઔરંગાબાદ શહેરમાં આ હિંસા દરમિયાન ૩૦ થી ૪૦ દુકાનોને આગ ચાંપવામાં આવી હતી તેમજ ૪૦ થી ૫૦ વાહનોને પણ સળગાવવામાં આવ્યા હતા. કહેવાય છે કે, ટેન્કર, ચાકુ, છરા અને તલવારની સાથેના ટોળાએ વાહનો અને દુકાનો પર હુમલો કર્યો હતો. આ અથડામણમાં ઓછામાં ઓછા ૩૦ વ્યક્તિઓ ઘાયલ થયા છે.

પોલીસ કમિશનર ગોવર્ધન કોલેકર, ક્રાંતિ ચોક પોલીસ મથકના પોલીસ અધિક્ષક શ્રીપાદ પરુપકરશી અને અન્ય દસ પોલીસ કર્મીઓ પણ ઘાય થયા છે. ટોળાએ પોલીસના ત્રણ વાહનોને પણ આગ ચાંપી હતી. સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ દ્વારા અશ્રુવાયુના સેલ છોડવામાં આવ્યા હતા તેમજ ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. પોલીસે સમગ્ર શહેરમાં ફલેગમાર્ચ કર્યું છે અને નાકાબંધી પણ કરી દેવામાં આવી છે. પોલીસે લોકોને શાંતિ રાખવાની અપીલ કરી છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી ફેલાવવામાં આવેલી અફવાઓ પર વિશ્વાસ ન કરે.

શુક્રવારે જ શરૂ થઈ ગઈ હતી હિંસા.

પોલીસના જણાવ્યા મુજબ શુક્રવારે પાણીના મુદ્દે શરૂ થયેલા ઝગડાએ બે સમુદાયોની વચ્ચે સાંપ્રદાયિક હિંસાનું સ્વરૂપ પકડી લીધું હતું. જોતજોતામાં ઔરંગાબાદ શહેરના ગાંધીનગર, રાજાબજાર અને શાહગંજ વિસ્તારોમાં હિંસા ફેલાઈ ગઈ હતી. શુક્રવારે રાત્રે બે સમુદાયોમાં જોરદાર પથ્થરબાજી થઈ હતી અને એક બીજાના વ્યાપારિક પ્રતિષ્ઠાનોને નિશાન બનાવ્યા હતા. કહેવાય છે કે આ હિંસામાં અત્યાર સુધીમાં ૨૫ વ્યક્તિઓ ઘાયલ થયા છે, જેમાં ૧૫ પોલીસ કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે.

શા માટે થઈ હિંસા

હજુ સુધી હિંસાના કારણો જાની શકાયા નથી, પરંતુ કહેવાય છે કે, ગેરકાયદેસર રીતે લેવામાં આવેલ પાણીની પાઈપલાઈનણે લઈને ઝગડો શરૂ થયો હતો. આ ઉપરાંત બે સમુદાયોની વચ્ચે રામનવમીની શોભાયાત્રા દરમિયાન થયેલી હિંસા પછી ફેલાયેલા અવિશ્વાસને પણ આ હિંસા ફેલાવવા માટે જવાબદાર માનવામાં આવી રહ્યું છે. પોલીસે કહ્યું છે કે, આ હિંસાની તપાસ ચાલી રહી છે અને ઉપદ્રવિયોને છોડવામાં આવશે નહિ.