stock market news/ શેરબજારમાં બજાર ખુલતા આજે સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડા સાથે શરૂઆત

આજે ભારતીય શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઈ છે અને સેન્સેક્સ 72500ના મહત્વના સ્તરની નીચે આવી ગયો છે. મેટલ શેર્સ અને PSU બેન્કોને બાદ કરતાં અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે.

Top Stories Business
sharemarketupdate 21678217739481 3 શેરબજારમાં બજાર ખુલતા આજે સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડા સાથે શરૂઆત

આજે ભારતીય શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઈ છે અને સેન્સેક્સ 72500ના મહત્વના સ્તરની નીચે આવી ગયો છે. મેટલ શેર્સ અને PSU બેન્કોને બાદ કરતાં અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. બજાર ખુલતા જ BSE સેન્સેક્સ 285.48 પોઈન્ટ્સ અથવા 0.39 ટકાના ઘટાડા સાથે 72,462 ના સ્તર પર અને NSE નો નિફ્ટી 109.25 પોઈન્ટ્સ અથવા 0.50 ટકાના ઘટાડા સાથે 21,946 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. વિદેશી બજારોમાં મજબૂતાઈ વચ્ચે, રોકાણકારોએ ઓટો અને મેટલ કંપનીઓની આગેવાની હેઠળના પસંદગીના શેરોની ખરીદી કરી હતી. આ કારણે સોમવારે સ્થાનિક શેરબજારો ઉછાળા સાથે બંધ થયા હતા.

BSE અને NSEમાં જોવા મળ્યો ઘટાડો

આજે બજારના પ્રી-ઓપનિંગમાં BSE સેન્સેક્સ અને NSE નિફ્ટી ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા. સેન્સેક્સ 116.07 પોઈન્ટ અથવા 0.16 ટકાના ઘટાડા સાથે 72632 ના સ્તર પર હતો. નિફ્ટી 75.35 પોઈન્ટ અથવા 0.34 ટકાના ઘટાડા સાથે 21980 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. NSEના નિફ્ટીના 50 શેરોમાંથી માત્ર 11 શેર જ ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા છે અને 39 શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. નિફ્ટીના ટોપ ગેઇનર્સમાં અદાણી એન્ટરપ્રાઈઝ 1.28 ટકાના વધારા સાથે અને યુપીએલ 0.68 ટકાના વધારા સાથે ટ્રેડ કરી રહ્યાં છે. બજાજ ઓટો 0.54 ટકા, બજાજ ફાઇનાન્સ 0.42 ટકા અને હિન્દાલ્કો 0.32 ટકા વધીને ટ્રેડ કરી રહ્યાં છે.

આ શેરોમાં તેજી અને મંદી

આ અઠવાડિયે યુએસ ફેડરલ રિઝર્વના વ્યાજ દરના નિર્ણય પહેલા રોકાણકારોએ સાવચેતીભર્યો અભિગમ અપનાવ્યો હતો. આ ઉપરાંત ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલા વધારાએ પણ બજારની વૃદ્ધિને મર્યાદિત કરી છે. આજે લિન્ડે ઈન્ડિયા, ક્રિસિલ, ઓરેકલ ફાઈનાન્સિયલ સર્વિસ સોફ્ટવેર, ભારતી એરટેલ, ટીસીએસ અને સોલર ઈન્ડસ્ટ્રીઝના શેરોમાં તેજીનો માહોલ જોવા મળી શકે છે. જ્યારે MACD એ APL Apollo Tube, ABB India, Nykaa, Zee Entertainment Enterprises, L&T અને IndusInd Bankના શેરમાં મંદીનો સંકેત દેખાઈ રહ્યો છે.

આજે BSE સેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર 5 શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે જ્યારે 25 શેરો ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. વધતા શેરોમાં ટાટા સ્ટીલ 1.54 ટકા અને બજાજ ફાઇનાન્સ 0.37 ટકા ઉપર છે. JSW સ્ટીલ 0.29 ટકા મજબૂત છે. ભારતી એરટેલ 0.19 ટકાના વધારા સાથે અને ICICI બેન્ક 0.08 ટકાના વધારા સાથે કારોબાર કરી રહી છે. જો આપણે બેન્ક નિફ્ટીની તસવીર જોઈએ તો તે પણ લાલ નિશાનમાં દેખાય છે. બેંક નિફ્ટી 52.40 પોઈન્ટ લપસ્યા બાદ 46,523 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. બેન્ક નિફ્ટીના કુલ 12 શેરોમાંથી 7 શેરો વધીને ટ્રેડ થઈ રહ્યા છે જ્યારે 5 ઘટી રહ્યા છે.

ટાટા કંપનીના શેર

ટાટા સન્સ મંગળવારે બ્લોક ડીલ દ્વારા TCSમાં આ હિસ્સો વેચી શકે છે. એક રિપોર્ટ અનુસાર ટાટા ગ્રુપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સ દેશની સૌથી મોટી આઈટી કંપની TCSમાં 2.34 કરોડ શેર વેચશે. ટાટા સન્સ રૂ. 4,001 પ્રતિ શેરના ભાવે શેર વેચશે. સોમવારે TCSના શેર 1.72% ના ઘટાડા સાથે 4144.75 ના સ્તર પર બંધ થયા હતા. ઓફર પરના શેરોની કુલ સંખ્યા TCSની કુલ બાકી ઇક્વિટીના 0.64% છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃયુજીસીની લોકપાલ નીમવાની સૂચનાને ઘોળીને પી ગઈ ગુજરાતની 20 યુનિવર્સિટી

આ પણ વાંચોઃ પોલીસકર્મીએ હાથ લારીને લીધી અડફેટે, ત્યારબાદ તપાસમાં થયેલા ખુલાસાને વાંચશો તો…

આ પણ વાંચોઃ અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં ઘટનાસ્થળે મહિલાનું મોત, વસ્ત્રાલ અને શિવરંજની પાસે અકસ્માતની ઘટના બની