Not Set/ ગાંધીનગર/ જવેલર્સની દુકાન બહાર કેમ કરાયું ફાયરિંગ…?

3 વ્યક્તિઓ બાઈક પાર આવી ફાયરિંગ કરી ફરાર ફાયરિંગમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત ઇજાગ્રસ્તને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયો ગાંધીનગર કુડાસણમાં ફાયરિંગની ઘટના બની હતી.  જવેલર્સની દુકાનની બહાર બાઇક પર આવેલા ત્રણ શખ્સોએ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં એક વ્યક્તિને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઘટના અંગેની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી […]

Gujarat Uncategorized
daru 1 ગાંધીનગર/ જવેલર્સની દુકાન બહાર કેમ કરાયું ફાયરિંગ...?
  • 3 વ્યક્તિઓ બાઈક પાર આવી ફાયરિંગ કરી ફરાર
  • ફાયરિંગમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત
  • ઇજાગ્રસ્તને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયો

ગાંધીનગર કુડાસણમાં ફાયરિંગની ઘટના બની હતી.  જવેલર્સની દુકાનની બહાર બાઇક પર આવેલા ત્રણ શખ્સોએ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં એક વ્યક્તિને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઘટના અંગેની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી

પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં જ રહેતા અને મેઇન રોડ પર આદિશ્વર જ્વેલર્સ નામે દુકાન ધરાવતા કમલેશભાઈ જૈન અને તેમના કર્મચારીઓ દુકાનમાં હતા ત્યારે રાત્રે 8.30 વાગ્યે બાઇક પર 3 શખ્સ આવ્યા હતા. દુકાનમાં આવતાંની સાથે જ એક શખસે પિસ્તોલ કે રિવેલ્વર જેવા હથિયારથી કમલેશભાઈ પર ફાયરિંગ કર્યું હતું.

જેમાં દુકાન માલિક ના ખભાના ભાગે ગોલીવાગીહાતાઈ અને તેમને સારવાર માટે નજીકની ખાનગી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં દોડી આવેલી પોલીસે સીસીટીવી કૅમેરાના ફૂટેજ મેળવવા તજવીજ શરૂ કરી હતી.

કુડાસણમાં મેઇન રોડ પર આવેલી કૃષ્ણકુંજ કોમ્પ્લેક્સસ્થિત આદિશ્વર જ્વેલર્સમાં ગુરુવારે રાત્રે ઘૂસી આવેલા 3 શખ્સે દુકાનમાલિક પર ફાયરિંગ કરીને લૂંટ ચલાવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ દુકાનમાં કામ કરતા કર્મચારીએ લૂંટારુઓ પર ચીજવસ્તુઓ ફેંકીને પ્રતિકાર કર્યો હતો. આ સાથે બુમરાણ મચતાં લૂંટારુઓ બાઇક પર ભાગી છૂટ્યા હતા.

લૂંટના ઇરાદે ફાયરિંગ કરનારા આરોપીઓ પૈકીનો 1 શખ્સ બુધવારે રાત્રે 8.30 વાગ્યાના અરસામાં જ આદિશ્વર જ્વેલર્સમાં ગ્રાહક બનીને આવ્યો હોવાનું અને સોનાની વીંટીઓ જોઈને ગયો હોવાનું કર્મીએ પોલીસને જણાવ્યું હતું.
આરોપીને ઓળખવા 15 ટીમને ચારે દિશામાં દોડાવાઇ : એસ.પી. ચાવડા સ્થળ પર દડી આવેલા જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ કહ્યું કે સીસી ટીવીમાં 3 ચહેરા સ્પષ્ટ દેખાય છે, તેમને ઓળખી કાઢવા અને પકડી પાડવા માટે પોલીસની 15 ટુકડી રચવામાં આવી છે અને તેમને ચારે દિશામાં રવાના કરાઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.