Political/ રાજકોટ જિલ્લા ભાજપમાં ભડકો, આ કારણથી એકસાથે 19 આગેવાનો સસ્પેન્ડ

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી અન્વયે ભાજપના નિયમોની અવગણના કરનાર  એકસાથે 19 બળવાખોરોને ભાજપ દ્વારા પાણીચું પકડાવી દેવામાં આવ્યું છે. આ ઘટનાના પગલે જિલ્લા ભાજપમાં ભડકો થયો છે તેમજ રાજકીય વર્તુળોમાં

Gujarat
bjp 10 રાજકોટ જિલ્લા ભાજપમાં ભડકો, આ કારણથી એકસાથે 19 આગેવાનો સસ્પેન્ડ

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી અન્વયે ભાજપના નિયમોની અવગણના કરનાર  એકસાથે 19 બળવાખોરોને ભાજપ દ્વારા પાણીચું પકડાવી દેવામાં આવ્યું છે. આ ઘટનાના પગલે જિલ્લા ભાજપમાં ભડકો થયો છે તેમજ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની ગયો છે.  ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના આદેશ અનુસાર પાર્ટીમાં ગેરશિસ્ત દાખવનાર અને પાર્ટીમાં બળવો કરનાર જીલ્લા ભાજપના 19 આગેવાનોને સસ્પેન્ડ કરવાના હુકમો કરવામાં આવેલ છે.

Redfort Violence / આ આરોપ હેઠળ લાલ કિલ્લા હિંસાના વધુ એક આરોપીની પોલીસે કરી ધરપકડ

પ્રદેશ ભાજપની સીધી સુચના અનુસાર જીલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મનસુખભાઈ ખાચરીયાએ મહામંત્રીઓ નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલા તથા શિસ્ત સમિતિ સાથે પરામર્શ કરીને બળવાખોરોના નામો અને બળવો કરવાના કારણો જાણીને જીલ્લા પરામર્શ સમિતિમાં ચર્ચા કરવામાં આવી અને જીલ્લા અને તાલુકા ભાજપના 19 આગેવાનોને સસ્પેન્ડ કરવામાં આવેલ છે.

New Delhi / આ કેસમાં સોનિયા – રાહુલ ગાંધીની વધી મુશ્કેલીઓ, હાઇકોર્ટે ફટકારી નોટિસ

જેમાં ઉપલેટા તાલુકાના વિજયભાઈ પાઘડાર, ધોરાજી તાલુકામાં રાજેશભાઈ પીઠીયા, જેતપુર તાલુકામાં કેશુભાઈ હીરાભાઈ સરવૈયા, મનોજભાઈ ભીખાભાઈ પરમાર, ઇન્દુબેન જગદીશભાઈ હીરપરા, રમેશભાઈ ડાયાભાઇ વઘાસીયા, વિજયાબેન ભરતભાઈ ચાવડા, મનીષાબેન ભાવેશભાઈ ચાવડા, જ્યોસ્તનાબેન રમેશભાઈ વઘાસીયા, જયેશભાઈ ધીરુભાઈ ગોંડલીયા, ગોપાલભાઈ માધાભાઈ પરમાર, ભીખાભાઈ આલાભાઈ રાઠોડ, કે.પી.પાદરીયા, રાજકોટ તાલુકામાં લક્ષ્મણભાઈ સિંધવ, નિશીથભાઈ ખુંટ, વિજયભાઈ દેસાઈ, નીમુબેન દેસાઈ, લોધિકા તાલુકામાં હિતેશભાઈ ખુંટ, જયદેવભાઈ ભીખુભાઈ ડાંગર સહીતના આગેવાનોને આજરોજ ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલ છે.તેમ જીલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ અરુણભાઈ નિર્મળ જણાવે છે.

jilla bhajap suspended રાજકોટ જિલ્લા ભાજપમાં ભડકો, આ કારણથી એકસાથે 19 આગેવાનો સસ્પેન્ડ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…