New Delhi/ આ કેસમાં સોનિયા – રાહુલ ગાંધીની વધી મુશ્કેલીઓ, હાઇકોર્ટે ફટકારી નોટિસ

નિચલી અદાલતે નેશનલ હેરાલ્ડ મામલે સ્વામી તરફથી રજુ કરવામાં આવેલ સબુતોના આધાર પર સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી કે અન્યની સામે કેસ ચલાવવાની મંજુરી આપી ન હતી.

Top Stories India

નેશનલ હેરાલ્ડ કેસ મામલે કોંગ્રેસ વચગાળાના પ્રમુખ અધ્યક્ષ સોનિયા ગાંધી અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની મુશ્કેલીઓમાં વધારો થયો છે. બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીની અરજી પર દિલ્હી હાઇકોર્ટએ નોટીસ ફટકારી છે. આ સાથે સુબ્રમણ્યમ સ્વામીએ હાઇકોર્ટ પાસે નિચલી અદાલતમાં રજુ કરેલા પુરાવાઓના આધાર પર આ કાર્યવાહી ચલાવવાની મંજુરી માંગી છે.

આપને જણાવી દઈએ કે, નિચલી અદાલતે નેશનલ હેરાલ્ડ મામલે સ્વામી તરફથી રજુ કરવામાં આવેલ સબુતોના આધાર પર સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી કે અન્યની સામે કેસ ચલાવવાની મંજુરી આપી ન હતી. બીજી તરફ હાઇકોર્ટે આ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને નોટીસ આપી જવાબ માંગ્યો છે. આ મામલે 12 એપ્રિલના આગળની સુનાવણી કરવામાં આવશે.

આ કેસને લઈ નિચલી અદાલતે 11 ફેબ્રુઆરીએ કહ્યું હતું કે, આ મામલે તેમની તપાસ સમાપ્ત થયા પછી તે સીઆરપીસી ની ધારા 244 મુજબ સુબ્રમણ્યમ સ્વામી દ્વારા દાખલ કરવામાં આવેલા મુખ્ય પુરાવાઓની અરજી પર વિચાર કરશે. નીચલી અદાલતમાં સીઆરપીસીની કલમ 244 હેઠળ દાખલ અરજીમાં સ્વામીએ સુપ્રીમ કોર્ટના સેક્રેટરી જનરલ, જમીન અને વિકાસના નાયબ કમિશનર અને આવકવેરા વિભાગના ડેપ્યુટી કમિશનર સાથે કેટલાક સાક્ષીઓને સમન્સ પાઠવવા રજૂઆત કરી હતી.

આ સ્થિતિમાં સ્વામીએ કોર્ટને વિનંતી પણ કરી હતી કે, આ કેસ સાથે સંકળાયેલા અધિકારીઓને કેટલાક દસ્તાવેજો કે જે કેસ સાથે સંકળાયેલા છે તે સાબિત કરવા નિર્દેશ આપે. આપને  જણાવી દઈએ કે, આ કેસમાં સ્વામીએ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સિવાયના લોકો પર નેશનલ હેરાલ્ડ દ્વારા છેતરપિંડી અને અયોગ્ય રીતે નાણાં મેળવવાના કાવતરાં કરવાનો આક્ષેપ કર્યો હતો. આ કેસના તમામ આરોપીઓએ આ આરોપોને ફગાવી દીધા હતા.