ફાયદાની વાત/ સ્ત્રીને માસિક આવ્યાના કેટલા દિવસ પછી સહવાસ માણવો યોગ્ય ગણાય?

ચાલો આજે તમને એક એવા પ્રશ્ન વિશે માહિતી આપીએ, જે અંગે મુંઝવણ ઘણા યુગલોને સતાવતી હોય છે..

Health & Fitness Lifestyle
BABY 2 સ્ત્રીને માસિક આવ્યાના કેટલા દિવસ પછી સહવાસ માણવો યોગ્ય ગણાય?

સેક્સ એટલે કે જાતીય જીવનને લગતી ઘણી સમસ્યાઓ એવી હોય છે કે તે આપણે કોઈ સાથે શેર નથી કરી શકતા. તેમજ તેમાં પણ જો કોઈ પ્રશ્નો પણ થાય તો તેના જવાબ ક્યાંથી યોગ્ય રીતે મળશે તે પણ એક મોટો પ્રશ્ન બની જતો હોય છે. ત્યારે ચાલો આજે તમને એક એવા પ્રશ્ન વિશે માહિતી આપીએ, જે અંગે મુંઝવણ ઘણા યુગલોને સતાવતી હોય છે..

સમસ્યા – મને મુઝંવતો પ્રશ્ન છે કે, સ્ત્રીને માસિક આવ્યા બાદ કેટલા દિવસ પછી સંભોગ કરવો યોગ્ય ગણાય? કારણ કે સેક્સ વિશેના જ્ઞાનનો ખૂબ જ અભાવ છે. 

Image result for SAFE PREGNANCY

ઉકેલ – માસિક સ્ત્રાવના દિવસોમાં પણ જો આપ પતિ-પત્નીને કોઈ વાંધો ના હોય તો જાતીય સંબંધ રાખી શકાય છે. જેમાં  મેડિકલી તો કોઇ વાંધો નથી હોતો. પરંતુ માસિકના સમય દરમિયાન ચેપ લાગવાની શક્યતા વધુ રહેતી હોય છે. જેથી શક્ય હોય તો આ સમયે જાતિય સંબંધથી દુર રહેવું જોઇએ અથવા નિરોધનો પ્રયોગ કરવો હિતાવહ રહેશે.

Image result for couple

પણ બાળક રાખવા માટે સામાન્ય રીતે માસિકના બારમાં દિવસથી લઈને અઠારમાં દિવસ સુધી દર રોજ સંબંધ રાખવો જોઇએ. કારણ કે આ દિવસોમાં સ્ત્રી બીજ છુટું પડતું હોય છે. અને આ સ્ત્રી બીજ અને શુક્રાણુંનું મિલન થાય તો ગર્ભ રહેવાની શક્યતા વધી જતી હોય છે. બાકીના દિવસોને રિલેટીવલી સેફ સમય ગણી શકાય.એટલે કે બાકીના દિવસોમાં ગર્ભ રહેવાની શક્યતાઓ પ્રમાણમાં નહિવત્ હોય છે.

Image result for couple

પરંતુ દરેક મહિલાઓએ પોતાની માસિક સાઈકલને સમજવાની જરૂર હોય છે. તેને આધારે જ સાવધાની અવશ્ય રાખવી જોઈએ.