Delhi News: દિલ્હી હાઈકોર્ટના (Delhi High Court) ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્માના (Justice Yashwant Verma) ઘરે આગ દરમિયાન મળેલી રોકડ રકમની તસવીરો અને વીડિયો સાર્વજનિક થઈ ગયા છે. દિલ્હી હાઈકોર્ટના (Delhi High Court) ચીફ જસ્ટિસ ડીકે ઉપાધ્યાયે આ મામલાની આંતરિક તપાસ બાદ 21 માર્ચે સુપ્રીમ કોર્ટને રિપોર્ટ સોંપ્યો હતો. જેને સુપ્રીમ કોર્ટ દ્વારા 22 માર્ચ 2025 (શનિવાર)ના રોજ મોડી રાત્રે જાહેર કરવામાં આવી છે.

આ રિપોર્ટની સાથે સુપ્રીમ કોર્ટે તે રૂમના ફોટોગ્રાફ્સ અને વીડિયો પણ જાહેર કર્યા છે જ્યાંથી મોટી માત્રામાં રોકડ મળી આવી હતી. તસવીરો અને વીડિયોમાં સામે આવ્યું છે કે જે રૂમમાં આગ લાગી હતી તે રૂમમાં 500 રૂપિયાની બળી ગયેલી અને અડધી બળી ગયેલી નોટોના બંડલ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ રૂમમાંથી ફાયર બ્રિગેડને નોટોની 4-5 બેગ મળી આવી હતી. જસ્ટિસ વર્માના ઘરમાં 14 માર્ચે આગ લાગી હતી.

સુપ્રીમ કોર્ટે આ મામલે દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસની તપાસ રિપોર્ટ પણ સાર્વજનિક કરી છે અને જસ્ટિસ વર્માનો જવાબ પણ પોતાની વેબસાઈટ પર અપલોડ કર્યો છે. સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર પણ આ કેસ સંબંધિત દસ્તાવેજો મુકવામાં આવ્યા છે.
#BREAKING Supreme Court publishes the inquiry report of Delhi HC CJ on allegations against Justice Yashwant Varma over keeping illicit cash at home. pic.twitter.com/0l4aG4f1tr
— Live Law (@LiveLawIndia) March 22, 2025
સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર જારી કરાયેલી પ્રેસ રિલીઝમાં જણાવવામાં આવ્યું છે કે, ‘સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશે દિલ્હી હાઈકોર્ટના વર્તમાન ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્મા સામેના આરોપોની તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિની રચના કરી છે, જેમાં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ શીલ નાગુ, હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ જી.એસ. સંધાવાલિયા અને કર્ણાટક હાઈકોર્ટના જજ જસ્ટિસ અનુ શિવરામન. દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને કહેવામાં આવ્યું છે કે તેઓ ન્યાયાધીશ યશવંત વર્માને હાલમાં કોઈ ન્યાયિક કામ ન સોંપે. દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસે પોતાનો રિપોર્ટ આપ્યો છે.
તમે આ લિંક પર સુપ્રીમ કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલ વીડિયો જોઈ શકો છો
#WATCH | The Supreme Court released the inquiry report filed by Delhi High Court Chief Justice Devendra Kumar Upadhyaya into the controversy relating to High Court Justice Yashwant Varma. In his report, the Delhi High Court Chief Justice said that he is of the prima facie opinion… pic.twitter.com/1xgMh8xWNW
— ANI (@ANI) March 22, 2025
સુપ્રીમ કોર્ટે આ કેસમાં જસ્ટિસ યશવંત વર્માનો જવાબ પણ જાહેર કર્યો છે. જવાબમાં જસ્ટિસ વર્માએ આ રોકડની જાણકારી હોવાનો ઇનકાર કર્યો છે. તેણે કહ્યું છે કે આ તેને ફસાવવા અને બદનામ કરવાનું ષડયંત્ર હોવાનું સ્પષ્ટ જણાય છે. તે સ્ટોરરૂમમાં તે કે તેના પરિવારના કોઈ સભ્ય દ્વારા ક્યારેય રોકડ રાખવામાં આવી ન હતી. તેમણે કહ્યું કે તે આ હકીકતની સખત નિંદા કરે છે કે કથિત રોકડ તેમની છે. જે રૂમમાં આગ લાગી હતી અને જ્યાંથી રોકડ મળી આવી હતી તે આઉટહાઉસ હતું અને જજ અને તેનો પરિવાર જ્યાં રહે છે તે મુખ્ય બિલ્ડિંગ નથી.
આ પણ વાંચો: જસ્ટિસ વર્મા વિરુદ્ધ પહેલા પણ દાખલ થઈ ચૂકી છે FIR , CBIએ નોંધ્યો હતો કેસ
આ પણ વાંચો: 1.31 કરોડ રોકડા,1 કિલો 600 ગ્રામ સોનું, 5 કિલો ચાંદી અને…, મામાએ ભર્યુ આટલુ મોટુ મામેરું, જોનારા દંગ રહી ગયા
આ પણ વાંચો: કેનેડામાં 173 કરોડની લૂંટ કેસમાં 400 કિલો સોનું, 216 કરોડની રોકડ… ચોંકાવનારો ઘટસ્ફોટ
