Video/ કડીમાં શોભાયાત્રામાં હાથી બન્યા ગાંડોતૂર, પછી જે થયું એ તમે જાતે જ જોઈલો…

હાથી પર અંબાડીમાં મહંતને બેસાડીને શોભાયાત્રા નીકળી હતી. કનીરામ બાપુની સાથે મહંત રાજા ભુવા પણ બેઠેલા હતા. જે દરમિયાન કડી નજીક હાથીની અંબાડી પર લગાવવામાં આવેલું છત્ર વીજ તારને અડી ગયુ હતુ.

Gujarat Others
શોભાયાત્રા

મહેસાણાના કડીમાં એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વડવાળા મંદિરના મંહત કનીરામ બાપુની શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન એક વિચિત્ર ઘટના બની હતી.  કનીરામ બાપુને હાથી પર અંબાડીમાં બેસાડવામાં આવ્યા હતા. બાદમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ સમયે હાથીની અંબાડી પર લગાવવામાં આવેલું છત્ર વીજ તારને અડી ગયુ હતુ. જે બાદ હાથી ગાંડોતૂર બન્યો હતો અને દોડવા લાગ્યો હતો. આ દરમિયાન હાથી પર બેઠેલા કનીરામ બાપુ સહિતના લોકો નીચે પડી ગયા હતા. જે બાદ અહીં દોડધામ મચી ગઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચાઇ રહ્યો છે. સદનસીબે આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી.

કડીના કાસવા વિડજ પાસે એક શોભાયાત્રાનું આયોજન થયુ હતું. વડવાળા મંદિરના મહંત કનીરામ બાપુની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રા હાથી પર કાઢવામાં આવી હતી. હાથી પર અંબાડીમાં મહંતને બેસાડીને શોભાયાત્રા નીકળી હતી. કનીરામ બાપુની સાથે મહંત રાજા ભુવા પણ બેઠેલા હતા. જે દરમિયાન કડી નજીક હાથીની અંબાડી પર લગાવવામાં આવેલું છત્ર વીજ તારને અડી ગયુ હતુ. જેથી કરંટ લાગતા હાથી ગાંડો થયો હતો અને બેકાબૂ બન્યો હતો.

એ પછી હાથી ત્યાંથી ભાગવા લાગ્યો હતો. આ ઘટના દરમિયાન અંબાડી પર બેસેલા મહંત કનીરામ બાપુ અને મહંત રાજા ભુવા નીચે પડી ગયા હતા. જો કે, આસપાસમાં ઊભેલા સેવકોએ તેમને ઝીલી લીધા હતા. આ ઘટનાને લઈ કોઈ ઈજા થઈ નહોતી. પરંતુ આ ઘટના બનતા શોભાયાત્રામાં થોડીવાર માટે દોડાદોડી થઈ ગઈ હતી. જો કે, મહંત કનીરામ બાપુએ સેવકોને જણાવ્યું હતું કે, તેમને કોઈ પણ જાતની ઈજા થઈ નથી.

આ પણ વાંચો:‘Taarak Mehta…’ ફેમ ‘દયા ભાભી’ને ગળાનું કેન્સર? જાણો શું કહ્યું ભાઈ મયૂર વાકાણીએ

આ પણ વાંચો:કોંગ્રેસ પ્રમુખપદની ચૂંટણીમાં સોનિયા ગાંધીનું સમર્થન અફવાઃ ખડગે

આ પણ વાંચો: સરકારના કયા નિર્ણયે જમ્મુ-કાશ્મીરમાં ખળભળાટ મચાવ્યો