Not Set/ હવામાન/ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ફરી વરસાદી માહોલ

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં પણ વાતાવરણ પલટાયું છે. સવારથી જ વાતાવરણની અસર દેખાઇ હતી અને ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો.જેના પગલે લોકોને ઠંડીની સાથે ચોમાસાનો પણ અહેસાસ થયો હતો. આ તરફ હવામાન વિભાગે આપેલી આગાહી પ્રમાણે બનાસકાંઠા અને કચ્છનાં કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. જેના કારણે ઠંડીમાં પણ આંશિક ઘટાડો થઇ […]

Gujarat Others
gandhinagar 3 હવામાન/ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ફરી વરસાદી માહોલ

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં પણ વાતાવરણ પલટાયું છે. સવારથી જ વાતાવરણની અસર દેખાઇ હતી અને ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો.જેના પગલે લોકોને ઠંડીની સાથે ચોમાસાનો પણ અહેસાસ થયો હતો. આ તરફ હવામાન વિભાગે આપેલી આગાહી પ્રમાણે બનાસકાંઠા અને કચ્છનાં કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. જેના કારણે ઠંડીમાં પણ આંશિક ઘટાડો થઇ શકે છે. હવામાન વિભાગનાં જયંત સરકારે જણાવ્યા પ્રમાણે, ‘અત્યારે દક્ષિણ પૂર્વમાં એક સાયક્લોન સર્ક્યુલેશન છે. જેના કારણે બનાસકાંઠા અને કચ્છમાં હળવો વરસાદ થવાની શક્યતા છે.

બનાસકાંઠા

બનાસકાંઠના અંબાજીમાં સવારથી જ વરસાદી વાતાવરણની અસર દેખાઇ હતી અને ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. જેના પગલે લોકોને ઠંડીની સાથે ચોમાસાનો પણ અહેસાસ થયો હતો. આ તરફ હવામાન વિભાગે આપેલી આગાહી પ્રમાણે આજે બનાસકાંઠા અને કચ્છનાં કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. જેના કારણે ઠંડીમાં પણ આંશિક ઘટાડો થઇ શકે છે. અંબાજી પંથકમાં વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોમાં ચિંતાનાં વાદળો છવાયા છે. થરાદ, ધાનેરા, લાખણીના ખેડૂતો ચિંતામાં મુકાયા છે. જીરૂ,રાયડો,એરંડા, રાજગરાના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. માવઠાંથી પાકમાં મચ્છર ઈયળના ઉપદ્રવની આશંકા વધી ગઈ છે.

અંબાજી:

અંબાજીમાં સમગ્ર પંથકમાં વરસાદી માવઠું શરૂ થયું છે. આજે વહેલી સવારે અંબાજીમાં હળવો વરસાદ શરૂ થયો છે. ઠંડીનો પારો ગગડતાં તાપમાન 13 ડિગ્રી પહોચ્યુ છે. માવઠાંથી ઠંડીના પ્રમાણમાં આંશિક વધારો થયો છે. કમોસમી વરસાદથી  ખેડૂતોમાં ફરી એક વાર દહેશત નો માહોલ જોવા મળી રહ્યો  છે.

કચ્છ

કચ્છના અબડાસાના જખૌમાં કમોસમી વરસાદ શરુ થયો છે. જખૌ બંદર અને આશીરા વાઢ આસપાસ વરસાદ શરુ થયો છે. સાથે સાથે લખપતના કેટલાક વિસ્તારોમાં ઝાપટું વરસ્યું હતું કમોસમી વરસાદથી ખેડૂતોમાં ફેલાયું ચિંતાનું મોજું ફરી વળ્યું છે. રાજ્યમાં ફરી એક વખત વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કચ્છનાં સરહદી પ્રાંત લખપત તાલુકામાં ગત મધરાતે કમોસમી વરસાદ વરસ્યો હતો. તાલુકાના દયાપર, ઘડુલી, વર્માનગર, દોલતપર, મેઘપર, નારાયણ સરોવર સહિતના વિસ્તારોમાં મોડી રાતે વરસાદી ઝાપટું પડ્યું હતું.  ભર શિયાળામાં વરસાદી વાતાવરણ છવાતા ઝાકળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.