Not Set/ અ’વાદ: પોલીસને ચોર સમજી ધોલાઇ કરનાર ત્રણ આરોપીઓના જામીન મંજુર

અમદાવાદ, ‘સાહેબ રાત્રે 12 વાગ્યે આઇકાર્ડ-ડ્રેસ વગર પ્રાઇવેટ કપડાંમાં કોઇ વ્યક્તિ ઘરમાં ઘુસી આવે, તો પોલીસ છે કે ચોર કેવી રીતે ખબર પડે. આવા વ્યક્તિને ચોર જ સમજે ને. માર ખાધા બાદ તેઓ ભાગ્યા જેથી પોલીસ પણ અમે જ બોલાવી હતી. આમ છતા અમારી સામે ખોટો કેસ કરવામાં આવ્યો છે’ આવી રજૂઆત નરોડામાં ચોર સમજી […]

Top Stories Ahmedabad Gujarat
mantavya 116 અ'વાદ: પોલીસને ચોર સમજી ધોલાઇ કરનાર ત્રણ આરોપીઓના જામીન મંજુર

અમદાવાદ,

‘સાહેબ રાત્રે 12 વાગ્યે આઇકાર્ડ-ડ્રેસ વગર પ્રાઇવેટ કપડાંમાં કોઇ વ્યક્તિ ઘરમાં ઘુસી આવે, તો પોલીસ છે કે ચોર કેવી રીતે ખબર પડે. આવા વ્યક્તિને ચોર જ સમજે ને. માર ખાધા બાદ તેઓ ભાગ્યા જેથી પોલીસ પણ અમે જ બોલાવી હતી. આમ છતા અમારી સામે ખોટો કેસ કરવામાં આવ્યો છે’ આવી રજૂઆત નરોડામાં ચોર સમજી પોલીસની ધોલાઇ કરનાર આરોપીઓ તરફે કરવામાં આવી હતી. ત્યારબાદ સેશન્સ કોર્ટે ત્રણ આરોપીઓને ચોક્કશ શરતોના આધારે જામીન આપ્યાં છે.

કણભા પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાની તપાસ માટે કોન્સ્ટેબલ મહાવીરસિંહ પ્રભાતસિંહ રાઠોડ તેમની ટીમ સાથે 30 નવે.ના રોજ નરોડા કડવા પાટીદાર વાડી પાસે આવેલ મહિપત બંગ્લોઝમાં પહોંચ્યા હતા.

આઇકાર્ડ આપવાની જગ્યાએ ઘરમાં ઘુસવા પ્રયાસ કર્યો

રાત્રે 12.30 વાગ્યે તેમણે હીતેષ વિઠ્ઠલભાઇ પટેલનો દરવાજો ખખડાવ્યો હતો. ત્યારે દરવાજો ઉત્સવ પટેલે ખોલ્યો હતો. દરવાજા પર હાજર લોકો પ્રાઇવેટ ડ્રેસમાં હોવાને કારણે કોણ છે તેવી પુચ્છા કરી હતી. ત્યારે તેમણે પોલીસ કહ્યું હતું.

જો કે, પ્રાઇવેટ ડ્રેસમાં હોવાથી ઉત્સવે આઇકાર્ડ માગ્યું હતું પરંતુ તેમણે આઇકાર્ડ આપવાની જગ્યાએ ઘરમાં ઘુસવા પ્રયાસ કર્યો હતો. જેથી ઉત્સવે બુમાબુમ કરતા આસપાસના લોકો પણ ઉઠી ગયા હતા. લોકોએ ચોર સમજી તેમના પર હુલમો કર્યો હતો.  તેઓ ભાગ્યા હતા. ઉપરાંત તેમની પ્રાઇવેટ ગાડી પણ તોડી કાઢી હતી. ઉપરાંત 100 નંબર પર ફોન કરી પોલીસને બોલાવી હતી.

અસલી હોવાનું બહાર આવ્યું

ત્યારબાદ તપાસ કરતા પોલીસ અસલી હોવાનું બહાર આવતા આ અંગે ગુનો નોંધી હિતેષ પટેલ, ઉત્સવ પટેલ અને કિશન પટેલની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યા હતા. જ્યાંથી આરોપી તરફે એડવોકેટ જગત પટેલે જામીન અરજી કરી એવી રજૂઆત કરી હતી કે, રાત્રે 12 વાગ્યે પ્રાઇવેટ ગાડી, પ્રાઇવેટ ડ્રેસ અને આઇકાર્ડ વગર કોઇ ઘરમાં ઘુસી જાય તથા ઓળખ પણ ન આપે તો ચોર જ સમજે ને. સાહેબ ચોર સમજીને જ તેમને લોકોએ ફટકાર્યા હતા જેથી તેઓ ભાગી પણ ગયા હતા.

અમે સાચા હતા જેથી જ 100 નંબર પર ફોન કરી અમે પોલીસ બોલાવી હતી. ઝપાઝપીમાં કિશનને પણ વાગ્યું હતું જેથી તેને પણ સારવાર કરાવી હતી. જો કે, પોલીસે તેમની ફરિયાદ લીધી ન હતી. સોસાયટીમાં ભેગા થયેલા લોકો પણ ત્યાં જ હાજર હતા. અમે નિર્દોષ છીએ તેથી કોર્ટે જામીન આપવા જોઇએ. આવી રજૂઆત બાદ કોર્ટમાં પણ હાંસીનો માહોલ છવાઇ ગયો હતો. બન્ને પક્ષની રજૂઆત બાદ કોર્ટે ત્રણેના ચોક્કસ શરતોને આધારે જામીન ગ્રાહ્ય રાખ્યા છે.