2024 election/ શું લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ? જાણો વાસ્તવિકતા

ECI ના ચૂંટણી આયોજકના જણાવ્યા મુજબ અધિકારીઓને ચૂંટણીની પૂર્વ તૈયારીઓનું આયોજન કરવાના ‘સંદર્ભ’ માટે જ આ તારીખનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

Top Stories India
YouTube Thumbnail 2024 01 23T184408.495 શું લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ? જાણો વાસ્તવિકતા

New Delhi News: લોકસભા ચૂંટણીને  લઈ દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીએ મહત્વનો ખુલાસો કર્યો છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે આગામી લોકસભાની ચૂંટણી માટે મતદાનની તારીખોને રેફરન્સ તરીકે લઈ મતદાન સંબંધિત પ્રવૃત્તિઓની યોજના ઝડપી બનાવવાના સંદર્ભમાં તારીખ 16 એપ્રિલ, 2024 જાહેર કરવામાં આવી હતી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO)એ સ્પષ્ટતા કરી હતી. કેટલાક પ્રશ્નો મીડિયા દ્વારા અમને @CeodelhiOffice આ પરિપત્રનો સંદર્ભ લઈને પૂછી રહ્યા છે કે શું 16 એપ્રિલ એ #LSElections2024 માટે કામચલાઉ મતદાન દિવસ છે કે કેમ તેની સ્પષ્ટ કરવામાં આવે. ECI ના ચૂંટણી આયોજકના જણાવ્યા મુજબ અધિકારીઓને ચૂંટણીની પૂર્વ તૈયારીઓનું આયોજન કરવાના ‘સંદર્ભ’ માટે જ આ તારીખનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

19મી જાન્યુઆરીના રોજ 16 એપ્રિલ, 2024ને “મતદાનની તારીખ” તરીકે ટાંકતા લોકોમાં ફફડાટ મચી ગયો હતો. લોકસભા 2024ની આગામી સામાન્ય ચૂંટણી માટે ચૂંટણી પંચે એક સંદર્ભના હેતુથી અને ચૂંટણી આયોજકોને શરૂઆત અને અંતની તારીખોની ગણતરી કરવા માટે કામચલાઉ રીતે મતદાનનો દિવસ 16.04.2024 તરીકે આપ્યો છે.”


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દેવલોકથી મળ્યું આમંત્રણ, પરમાત્માએ સ્વયં અમને આમંત્રિત કર્યા છે” – રામ મંદિર વિશે ટોચના સંગીત ક્ષેત્રનાં લોકોનું મંતવ્ય

આ પણ વાંચો:પત્ર/રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા રાષ્ટ્રપતિએ લખ્યો PM મોદીને પત્ર,જાણો શું લખ્યું…