Not Set/ વડોદરા ના મહી વોટર રિસોર્ટમાં યુવાનો કરી રહ્યા હતા મોજ, પોલીસ ત્રાટકી તો ચોકી ઉઠી

હાલ સમગ્ રાજય માં  કોરોનાની મહ્મારી જોવા મળી રહી છે .જેમના લીધે સમગ્ર રાજ્યમાં તમામ મનોરંજનના માધ્યમો જેવા કે થિયેટર, બાગ, બગીચા, વોટરપાર્ક અને રિસોર્ટ પણ બંધ જોવા મળી રહ્યા  છે. ત્યારે વડોદરા જિલ્લાના પાદરાના મહી વોટર રિસોર્ટમાં મોટી સંખ્યામાં લોકો એન્ટ્રી આપદા પાદરા પોલીસે દરોડો પાડ્યો હતો. જેના પગલે રિસોર્ટમાં આવેલા લોકો ચહેરા છુપાવી […]

Gujarat Vadodara
Untitled 362 વડોદરા ના મહી વોટર રિસોર્ટમાં યુવાનો કરી રહ્યા હતા મોજ, પોલીસ ત્રાટકી તો ચોકી ઉઠી

હાલ સમગ્ રાજય માં  કોરોનાની મહ્મારી જોવા મળી રહી છે .જેમના લીધે સમગ્ર રાજ્યમાં તમામ મનોરંજનના માધ્યમો જેવા કે થિયેટર, બાગ, બગીચા, વોટરપાર્ક અને રિસોર્ટ પણ બંધ જોવા મળી રહ્યા  છે. ત્યારે વડોદરા જિલ્લાના પાદરાના મહી વોટર રિસોર્ટમાં મોટી સંખ્યામાં લોકો એન્ટ્રી આપદા પાદરા પોલીસે દરોડો પાડ્યો હતો. જેના પગલે રિસોર્ટમાં આવેલા લોકો ચહેરા છુપાવી ભાગતા જોવા મળ્યા હતા. પાદરા પોલીસે રિસોર્ટના માલિક સહિત 3 લોકોની અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર બ્રિજ પાસે મહી વોટર રિસોર્ટ આવેલું છે. આ રિસોર્ટમાં મોટી સંખ્યામાં લોકોએ એન્ટ્રી આપવામાં આવી હોવાની માહિતી મળતા પાદરા પોલીસે સ્થળ પર દોડી ગઇ હતી. આ સમયે પાર્કિંગમાં મોટા પ્રમાણમાં વાહનો જોવા મળ્યા હતા. જેથી પોલીસે રિસોર્ટમાં દરોડા પાડ્યા હતા. જેથી રિસોર્ટમાં મોજ કરી રહેલા લોકોમાં ભાગદોડ મચી ગઇ હતી