@ નિકુંજ પટેલ
Rajasthan News: રાજસ્થાનના ચુરૂ જીલ્લામાં 14 વર્ષની બાળકી પર ગેંગરેપનો બનાવ બન્યો છે. આરોપીઓએ આ બાળકીનું તેના ઘરેથી અપહરણ કર્યું હતું. બાદમાં તેની પર સામૂહિક બળાત્કાર કરીને તેને નિર્જન સ્થળે છોડીને ભાગી ગયા હતા. પોલીસે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
પોલીસે આપેલી માહિતી મુજબ પીડિતાએ પોલીસને જણાવ્યું હતું કે 8 મહિના પહેલા ગામના ખેતરમાં ટ્યુબવેલનું કામ ચાલી રહ્યું હતું. તે સમયે કાલુરામ અને કોઝુરામ ત્યાં કામ કરવા આવતા હતા. તે સમયે પણ કાલુરામે પીડિતા પર બળાત્કાર ગુજારીને તેનો વીડિયો બનાવી લીધો હતો અને ધમકી આપી હતી કે કોઈને જાણ કરશે તો વીડિયો વાયરલ કરી દેશે. જેને પગલે પીડિતાએ આ વાત કોઈને કહી ન હતી.
બીજીતરફ આરોપીઓ પીડિતાને વાત કરવા એક ફોન આપ્યો હતો. ડરના માર્યા પીડિતા તેમની સાથે વાત પણ કરતી હતી. બાદમાં કાલુરામ અને બજરંગલાલ પીડિતાને ઘરે આવ્યા હતા અને પીડિતાને બાઈક પર બેસાડીને નિર્જન સ્થળે લઈ ગયા હતા. જ્યાં તેની પર ગેંગરેપ ગુજાર્યો હતો.
પીડિતાને જ્યારે ભાન આવ્યું ત્યારે તે નિર્જન સ્થળે પડી હતી. બીજીતરફ તે ઘરે નજરે ન ચડતા તેના પરિવારજનોએ શોધ હાથ ધરી હતી અને નિર્જન સ્થળેથી શોધી કાઢી હતી. હાલમાં પોલીસે પોક્સો સહિત અન્ય કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:સ્વર્ગમાં છું, પૈસા જોઈએ તો લઈ જાવ, જેલમાંથી શૂટરનો વીડિયો વાયરલ
આ પણ વાંચો:લોકસભા ચૂંટણી માટે બીજેપીની બીજી યાદી જાહેર, જાણો ગુજરાતમાં કોને મળી તક
આ પણ વાંચો:અક્ષરધામ મંદિર હુમલાના માસ્ટરમાઇન્ડનો 22 વર્ષ બાદ સામે આવ્યો વીડિયો