ગુજરાત/ પેટ્રોલ- ડિઝલના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો થયો

ગુજરાતી પ્રજાઓ માટે પ્રવાસી ભારતીય દિવસ નિમિત્તે વાહન ચાલકોને ખુશીના સમાચાર મળ્યા છે. લાંબા સમયથી ઈંધણના ભાવમાં ઘટાડો ન હોવાથી આજે ગુજરાતમાં

Top Stories Ahmedabad Gujarat
પેટ્રોલ

Gujarat News: આંતરરાષ્ટ્રીય બજારો દ્વારા આજે નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે. દેશમાં ઈંધણના ભાવમાં સુધારો થતાં પેટ્રોલ – ડિઝલના ભાવમાં આજે 56 પૈસાનો ઘટાડો થયો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ આજે સવારે ભાવ જાહેર કર્યા છે.

ગુજરાતી પ્રજાઓ માટે પ્રવાસી ભારતીય દિવસ નિમિત્તે વાહન ચાલકોને ખુશીના સમાચાર મળ્યા છે. લાંબા સમયથી ઈંધણના ભાવમાં ઘટાડો ન હોવાથી આજે ગુજરાતમાં 56 પૈસાનો ઘટાડો થયો છે. તેમજ મધ્યપ્રદેશમાં પેટ્રોલ 30 પૈસા અને ડીઝલ 28 પૈસા સસ્તું થયું છે. જયારે બીજી બાજુ અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિતપ્રદેશમાં કોઈ ઘટાડો નોંધાયો નથી. મહારાષ્ટ્રમાં ઈંધણ 52 પૈસા મોંઘુ થયું છે.

આજે સવારે ક્રૂડ પ્રતિ બેરલ 70.94 ડોલર પર વેચાઈ રહ્યું હતું. જ્યારે બ્રેન્ટ ક્રૂડ 2.64 ડોલરના ઘટાડા સાથે 76.12 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું છે. દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં સુધારા વધારા જોવા મળે છે. ઈંધણની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, વેટ, ડિલર કમિશન વગેરે ઉમેરાઈ ભાવોમાં બદલાવ જોવા મળે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો: