Crime/ બાયોડીઝલ બનાવવાનું આધાર પુરાવા વિના ચાલતું રેકેટ ઝડપાયું

આમ ધરમપુર નજીકમાં આવેલા એક નાનકડા ગામમાં બેઝ ઓઈલમાંથી પાસ પરવાનગી વિના બાયોડીઝલ બનાવી વેચવાનું કૌભાંડનો સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એ પર્દાફાશ કર્યો છે.

Gujarat Others Trending
tv 1 બાયોડીઝલ બનાવવાનું આધાર પુરાવા વિના ચાલતું રેકેટ ઝડપાયું
  • ધરમપુર ના લાકડમાળથી બાયોડિઝલનો 37 લાખનો મુદ્દામાલ સાથે  2 આરોપીની ધરપકડ
  • વગર પાસ પરમીટે બાયોડીઝલ ભરી જતું ટેન્કર ઝડપી લીધું
  • બેજ ઓઈલ ને વિવિધ કેમિકલ ઉપયોગ કરી ગેર્ક્યાડે બાયો ડીઝલ બનાવી અન્ય રાજ્ય માં વેચાણ કરતા હતા
  • લાકડમાલ ગામે પતરા ના શેડ બનાવવા માં આવતું હતું બાયો ડીઝલ એ પણ કોઈ પણ પ્રકાર ની પરવાનગી વિના

ધરમપુર માં કાકડકુવા પાસેથી બિલ વિનાના બાયોડીઝલ ભરેલા ટેન્કરને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે. પોલીસે બાયોડીઝલના બિલ તેમજ આધાર પુરાવા માંગતા પકડાયેલા જામનગર જિલ્લાના ટેન્કર ચાલક મોહન મગનભાઈ પરમારે નહીં હોવાનું જણાવ્યું હતું. ટેન્કર ચાલક સાથે લાકડમાળ નાની વહિયાળ ફાટક પાસે ગયેલી પોલીસને ત્યાં હાજર મૂળ અમરેલી જિલ્લાના હાલ લાકડમાળ નાની વહિયાળ ફાટક પાસેના કિશન હરજીભાઈ શેલડિયાએ આ ફિલ્ટર મશીનમાં બેજ ઓઇલનું ફિલ્ટર કરી બાયોડીઝલ બનાવવામાં આવે છે એમ જણાવ્યું હતું.

કોઈ પણ પ્રકાર ના આધાર પુરાવા વિના ચાલતો હતો કારોબાર

લાકડમાળ ગામે પતરા ના શેડમાં બાયો ડીઝલ બનાવવા નો કારોબાર ચાલતો હતો .  બાયોડીઝલ બનાવવા અંગે આધાર પુરાવા તથા ગ્રામ પંચાયત અથવા અન્ય કોઈ સત્તાધિકારીના પાસ પરમીટ  તપાસ દરમિયાન મળી નહિ હોવાનું જણાયું હતું.  જેથી એસઓજી પોલીસે રૂપિયા દસ લાખની કિંમતના ટેન્કર સહિત સ્થળ પરથી બાયોડીઝલ બનાવવાના મળી આવેલા આધાર પુરાવો, બિલ વગરના રૂપિયા 37,22,885 લાખના મુદ્દામાલ જપ્ત કરીને પકડાયેલા બને ઈસમોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી .

પોલીસે બે આરોપી ની ધરપકડ કરી જયારે બે વોન્ટેડ જાહેર 

ધરમપુર નજીક માં આવેલા લકડમાળ ગામે પતરા ના શેડ માં બેઝ ઓઈલ ને ફિલ્ટર કરી ને બાયો ડીઝલ બનાવવા ની કામગીરી ચાલી રહી હતી જે દરમ્યાન પોલીસ સ્થળ ઉપર પોહ્ચતા બે આરોપી મોહન મગન ભાઈ પરમાર રહે વસી મૂંગણી જામનગર અને કિશન કુમાર હરજી ભાઈ શેલડીયા રહે વસી લાકડમાળ મૂળ આમરેલી જયારે બે આરોપી ને વોન્ટેડ જાહેર કર્યા છે. જેમાં ગુંજન જીતુભાઈ ભેસાણીયા અને ઇમરાન ભાઈ મેમણ ને વોન્ટેડ જાહેર કર્યા છે.

પોલીસે કેટલો સ્થળ તપાસ કરી નિરીક્ષણ કરતા કેટલો મુદ્દામાલ જપ્ત કર્યો

પોલીસે સ્થળ ઉપરથી જ્વલનશીલ પ્રવાહી તથા એસીડીકપ્રવાહી કુલ ૩૧,૮૩૧ લીટર જેની કીમત રૂપિયા ૧૧,૨૨,૬૩૫ જયારે ક્રીમ કલર નો કેમિકલ પાવડર ૧૭૫ કિલો જેની કીમત રૂપિયા ૫,૨૫૦ ,ટેન્કર નમનાર જી જે ૧૨ એ ટી ૮૪૦૮ કીમત દશ લાખ ,અલગ અલગ પ્રકાર ના ફિલ્ટર તથા હિટીંગ મશીન નંગ ૫ કીમત રૂપિયા ૧૦.૫૦ ૦૦૦ ,લોખંડ ના ટાંકા નંગ ૩ કીમત રૂપિયા ૩ લાખ,જનરેટર મશીન તથા ઇલેક્ટ્રિક મોટર નંગ ૪ કીમત ૨,૨૫૦૦૦, મોબાઈલ નંગ ૨ કીમત રૂપિયા ૧૦ હજાર મળી કુલ રૂપિયા ૩૭,૨૨,૮૮૫ નો મુદ્દામાલ કબજે કર્યો છે.

આમ ધરમપુર નજીકમાં આવેલા એક નાનકડા ગામમાં બેઝ ઓઈલમાંથી પાસ પરવાનગી વિના બાયોડીઝલ બનાવી વેચવાનું કૌભાંડનો સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એ પર્દાફાશ કર્યો છે.

sago str 27 બાયોડીઝલ બનાવવાનું આધાર પુરાવા વિના ચાલતું રેકેટ ઝડપાયું