બોલિવૂડ/ સલમાનની એક્સ ગર્લફ્રેન્ડનો મોટો ખુલાસો- જીવનમાં સારા મિત્રો મળે તો સમજો તમે ભાગ્યશાળી છો

બોલિવૂડની જાણીતી અભિનેત્રી સોમી અલી એક સમયે સલમાન ખાનની ગર્લફ્રેન્ડ રહી ચૂકી છે. સોમી અલી મૂળ પાકિસ્તાનની વતની છે. સોમી ઘણી વાર તેની એનજીઓનાં કારણે ચર્ચાઓમાં બની રહે છે.

Entertainment
1 25 સલમાનની એક્સ ગર્લફ્રેન્ડનો મોટો ખુલાસો- જીવનમાં સારા મિત્રો મળે તો સમજો તમે ભાગ્યશાળી છો

બોલિવૂડની જાણીતી અભિનેત્રી સોમી અલી એક સમયે સલમાન ખાનની ગર્લફ્રેન્ડ રહી ચૂકી છે. સોમી અલી મૂળ પાકિસ્તાનની વતની છે. સોમી ઘણી વાર તેની એનજીઓનાં કારણે ચર્ચાઓમાં બની રહે છે. તાજેતરમાં જ તેનો એક ઇન્ટરવ્યુ સામે આવ્યો છે. જેમાં તેણી કહે છે કે સાચા મિત્રો સાથે જીવન વધુ સારું થઇ જાય છે, તેથી જો તમને જીવનમાં સારા મિત્રો મળે તો તમે ભાગ્યશાળી છો. સોમી અલી કહે છે કે દરેક એટલા ભાગ્યશાળી નથી હોતા. મારા મર્યાદિત મિત્રો છે, હું ઘણા મુશ્કેલ સમયમાંથી પસાર થઇ છું અને તેથી ખૂબ સાવધ બની ગઇ છું.’

1 26 સલમાનની એક્સ ગર્લફ્રેન્ડનો મોટો ખુલાસો- જીવનમાં સારા મિત્રો મળે તો સમજો તમે ભાગ્યશાળી છો

બોલિવૂડ / UAEના ગોલ્ડન વિઝા પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય અભિનેતા બન્યા સંજય દત્ત, ઇન્સ્ટાગ્રામ પર આભાર વ્યક્ત કર્યો

સોમી અલી કહે છે, ‘મારે વધારે મિત્રો નથી. મને લાગે છે કે, દરેક ત્યા સુધી એક મિત્ર હોય છે જ્યા સુધી તે તમને ખતમ ન કરી દે, જે મારી સાથે થયું છે. તેથી, હું નજીકનાં મિત્રો બનવાને બદલે પરિચિતોને પસંદ કરું છું. મિત્રતા મહત્વપૂર્ણ છે પરંતુ કોઈ પણ સંબંધને સમજવા માટે થોડો સમય આપવો જોઇએ. જો તમને કોઈ એવી વ્યક્તિ મળે કે જે તમારી સાથે હોય, તમને પીઠમાં છરી ન મારે, તમારી સાથે આદરપૂર્વક વર્તે, તો હા તે સાચી મિત્રતા છે. પરંતુ આ ભાગ્યે જ જોવા મળે છે. તમારી સાથે પાર્ટી કરનારા બધા લોકો તમારી સાથે ભૂખ્યા નહીં રહે. મને આ જીવનમાં ઘણા સમય પછી ખબર પડી, પણ ચલો હવે મને ખબર તો પડી. સોમી અલી આગળ કહે છે, ‘હું એક મજબૂત સ્વતંત્ર મહિલા છું, અને હું મારી સંભાળ રાખી શકું છું. આત્મનિર્ભરતા ફક્ત મહિલાઓ માટે જ નહીં પણ પુરુષો માટે પણ મહત્વપૂર્ણ છે. તમે ક્યારે જાણી શકતા નથી કે ક્યારે કોઈ તમને છોડી દેશે, તમને ઇજા પહોંચાડશે, તમને પીઠમાં છરી મારશે અથવા તમને ઠગશે. મને પૂછો, હું જાણું છું કે જ્યારે આવું થાય છે ત્યારે તે કેટલી પીડા આપે છે.’ તે આગળ કહે છે, ‘બોલિવૂડમાં તેની સૌથી નજીકની મિત્રતા ઝીનત અમાન છે. ઇન્ડસ્ટ્રીમાં તેમના કોઈ અન્ય મિત્રો નથી અને તે સમય સમય પર તેમની સાથે વાત કરતી રહે છે.

Instagram will load in the frontend.

બોલિવૂડ / એક સમયે Kiss કરી ચુકેલા મીકા સિંહને રાખી સાવંતે ભાઇ કહીને પકડ્યાં પગ

બોલિવૂડનાં ઘણા લોકોને લાગે છે કે મિત્રતા તેમની સુવિધા પ્રમાણે થાય છે. તેમને આ સવાલ પૂછતાં તેણે કહ્યું, ‘બધી મિત્રતા એ સગવડનો સંબંધ છે, પરંતુ તે બંને તરફથી કામ કરે છે. જો તમે મને મદદ કરો છો, તો હું પણ તમને મદદ કરીશ. બધા સંબંધો અર્થ સાથે જોડાયેલા છે. આપણને માત્ર આપણા માતા-પિતા તરફથી બિનશરતી પ્રેમ મળે છે. તેણી ઉમેરે છે, તેની એનજીઓ નો મોર ટીઅર્સ (એનએમટી) માનવ દાણચોરી અને ઘરેલુ હિંસાથી બચેલા લોકોને મદદ અને સશક્ત બનાવે છે. મારી પ્રથમ પ્રાધાન્યતા એનએમટી છે અને તે પહેલા કંઇ જ આવતું નથી.

kalmukho str 24 સલમાનની એક્સ ગર્લફ્રેન્ડનો મોટો ખુલાસો- જીવનમાં સારા મિત્રો મળે તો સમજો તમે ભાગ્યશાળી છો