ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકર એવા ખેલાડીઓમાંથી એક છે જે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે ભલે ક્રિકેટથી દૂર હોય પરંતુ તેના ચાહકોને તેના જીવનની અપડેટ આપતા રહે છે. હાલમાં જ સચિને એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે ‘ફેટો’ એટલે કે પાઘડી પહેરેલો જોવા મળ્યો હતો. તેમણે કહ્યું કે સારા લગ્ન નથી, મારા પરિવારમાં એટલે મારા ભાઇની પુત્રીના લગ્ન છે માટે આ રીતે તૈયાર થયો છું.
https://www.instagram.com/reel/ChCgLHhgLlx/?utm_source=ig_embed&ig_rid=6636c72c-e7d8-47f1-aac9-823efa7a4439
સચિન તેંડુલકરના વીડિયોના બેકગ્રાઉન્ડમાં મરાઠી ગીતો વાગતા સંભળાય છે. સચિન તેંડુલકર તેમના મોટા ભાઈ નીતિન તેંડુલકરની પુત્રી કરિશ્માના લગ્નમાં પહોંચ્યા હતા. તેમણે વીડિયોમાં ફેટો બાંધતી વખતે જ આ વિશે જણાવ્યું, ‘મેં મારા મોટા ભાઈ નીતિનની પુત્રીના લગ્ન માટે ફેંટો પહેર્યા છે. ‘ ચાહકોને સાટીનનો દેશી લૂક પસંદ આવ્યો. ભૂતપૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ પણ તેનો વીડિયો પસંદ કરનારાઓમાં સામેલ છે. કોમેન્ટ કરતી વખતે યુવરાજ સિંહે લખ્યું, ‘ઓય સચિન કુમાર આહે’.
આ લગ્નમાં સચિન ઉપરાંત સારા તેંડુલકર પણ દેશી લુકમાં જોવા મળી હતી. સારાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો પોસ્ટ કરી છે જેમાં તે હાથ પર મહેંદી લગાવતી જોવા મળી રહી છે. નીતિન તેંડુલકરની પુત્રી અને દુલ્હન કરિશ્મા પણ તેની સાથે મહેંદી બતાવતી જોવા મળી રહી છે. તસવીરો શેર કરતા સારાએ લખ્યું કે મારી બહેનના લગ્ન થઈ રહ્યા છે. આ લગ્ન માટે સમગ્ર તેંડુલકર પરિવાર ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યો છે. જો કે આ લગ્નમાં અર્જુન તેંડુલકર જોવા મળ્યો ન હતો. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી મૂકી હતી જેમાં તે સ્ટેડિયમમાં ઈન્ડોર પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો.
