Not Set/ વીડીયો: બિગ બોસ -12ના પ્રોમોમાં જોવા મળશે આ ટ્વિસ્ટ, સલમાન ખાન આપશે સરપ્રાઈઝ!

મુંબઈ હાલ એવી અટકણો છે કે બિગ બોસ -12નું  ગ્રેંડ પ્રિમીયર 16 સપ્ટેમ્બરના રોજ હશે. મીડિયા રિપોર્ટ્સમાં શો સાથે સંબંધિત એક મોટો ટ્વિસ્ટ સામે આવ્યો છે. સલમાન ખાન આ વખતે બિગ બોસ -12 માટે 5 પ્રોમો શૂટ કરશે. બધા પ્રોમોઝ મુંબઈના મેહબૂબ સ્ટુડિયોમાં શૂટ કરવામાં આવશે. એક અહેવાલ મુજબ, “આ પાંચ પ્રોમો એક પછી એક […]

Trending Entertainment

મુંબઈ

હાલ એવી અટકણો છે કે બિગ બોસ -12નું  ગ્રેંડ પ્રિમીયર 16 સપ્ટેમ્બરના રોજ હશે. મીડિયા રિપોર્ટ્સમાં શો સાથે સંબંધિત એક મોટો ટ્વિસ્ટ સામે આવ્યો છે. સલમાન ખાન આ વખતે બિગ બોસ -12 માટે 5 પ્રોમો શૂટ કરશે. બધા પ્રોમોઝ મુંબઈના મેહબૂબ સ્ટુડિયોમાં શૂટ કરવામાં આવશે.

એક અહેવાલ મુજબ, “આ પાંચ પ્રોમો એક પછી એક ઓનએયર કરવામાં આવશે.” આ વખતે શોમાં જોડી ફોર્મેટ રાખવામાં આવ્યું છે. તેથી, એવું કહેવાય છે કે આ ફોર્મેટને બતાવવા માટે સલમાન બધા જ પ્રોમોઝમાં ડબલ રોલમાં જોવામાં મળશે. એવી પણ ચર્ચા કરવામાં આવી રહી છે કે, બિગ બોસ -12 માં 6 સેલિબ્રિટી જોડીઓ અને 7 કોમનર્સ જોડી હશે.”

જુઓ વીડીયો..

https://twitter.com/ColorsTV/status/987372007674097664

અહેવાલો અનુસાર, ” આ શોને પહેલા કરતા વધુ સારો બનાવવા માટે એક સેક્સ કપલ નજરે પડશે. ગે અને લેસ્બિયન કપલને પણ શોર્ટલિસ્ટ કરવામાં આવશે. આ ઉપરાંત, એડલ્ટ સ્ટારની શોધ પણ થઈ રહી છે. પોર્ન સ્ટાર શાંતિ ડાયનામાઇટના પાર્ટીશીપના પણ સમાચાર છે. ”

માહિતી મુજબ, ટીવીની અનેકો જોડીઓ આ શો માટે ઓફર કરવામાં આવી છે. અભિનેત્રી દીપિકા સિંહ, દેવોલિના ભટ્ટાચાર્ય, કોમેડિયન સિદ્ધાર્થ સાગર અને તેની ગર્લફ્રેન્ડ સુબુહી જોશી, મિલિંદ સોનમ અને તેની પત્ની અંકિતા કોંવર, રિત્વિક ધનજાની અને તેમની ગર્લફ્રેન્ડ આશા નેગી, નિકેતન ધીર અને કૃતિકા સેંગર, સૃષ્ટિ રોડે અને મનીષ નાગદેવ, હેલી શાહનો સંપર્ક કરવામાં આવ્યો છે.