દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી છે. ડેપ્યુટી સીએમએ તેમની સામેની આ નોટિસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સવાલ ઉઠાવ્યા અને પૂછ્યું કે, આ શું ખેલ છે? મનીષ સિસોદિયાએ ટ્વીટ કરીને કહ્યું, તમારા બધા દરોડા ફેલ થઇ ગયા છે, કંઈ મળ્યું નથી, એક પૈસાની ચોરી નથી, હવે તમે લુક આઉટ નોટિસ જારી કરી છે કે મનીષ સિસોદિયા ઉપલબ્ધ નથી. આ શું નૈાટંકી છે મોદીજી? હું દિલ્હીમાં આઝાદ ફરું છું, બોલો ક્યાં આવવું? તમને હું મળી નથી રહ્યો?
आपकी सारी रेड फैल हो गयी, कुछ नहीं मिला, एक पैसे की हेरा फेरी नहीं मिली, अब आपने लुक आउट नोटिस जारी किया है कि मनीष सिसोदिया मिल नहीं रहा। ये क्या नौटंकी है मोदी जी?
मैं खुलेआम दिल्ली में घूम रहा हूँ, बताइए कहाँ आना है? आपको मैं मिल नहीं रहा?— Manish Sisodia (@msisodia) August 21, 2022
ઉલ્લેખનીય છે કે એક્સાઈઝ કૌભાંડ કેસમાં મનીષ સિસોદિયા સહિત કુલ 13 લોકો વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર જારી કરવામાં આવી છે જેથી કરીને કોઈ દેશ છોડી ન જાય. આ પહેલા 20 ઓગસ્ટની સવારે સીબીઆઈએ મષ સિસોદિયાના ઘરે દરોડા પાડ્યા હતા. આ દરોડા 14 કલાક સુધી ચાલ્યા હતા
