આજે દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ દેશમાં સનાતન ધર્મની સ્થિતિ વિશે પ્રતિક્રિયા આપી હતી. જેમાં તેમણે કહ્યું કે, ધર્મના સહયોગ વગર રાજનીતિ અધૂરી છે. હાલમાં દેશની વર્તમાન સ્થિતિ કથળી છે. અને કેટલાક તત્વો દેશની શાંતિ ડહોળવા પ્રયાસ કરી રહ્યા છે. જેને લઈને રાજનેતાઓએ ધર્મનો સહયોગ લેવાની જરૂર ઉભી થઇ છે.
- ‘ દેશની વર્તમાન સ્થિતિ કથળી’
- સનાતન ધર્મની સ્થિતિ વિશે પ્રતિક્રિયા
- ‘ધર્મના સહયોગ વગર રાજનીતિ અધૂરી’
દ્વારકા શારદાપીઠ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી રાજકોટની મુલાકાતે આવ્યા હતા. શારદાપીઠનાં શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ મીડિયા સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, દેશની વર્તમાન સ્થિતિમાં સુધારની જરૂર છે. અને ધર્મના સહયોગ વગર રાજનીતિ અધૂરી છે. માટે રાજનેતાઓએ ધર્મનો સહયોગ લેવો જોઈએ. સાથે લવજેહાદ અને કોમન સિવિલ સર્વિસ કોડ સહિતના મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી હતી.
શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ દેશમાં સનાતન ધર્મની સ્થિતિ વિશે પ્રતિક્રિયા આપી હતી. જેમાં તેમણે કહ્યું કે, ધર્મના સહયોગ વગર રાજનીતિ અધૂરી છે. હાલમાં દેશની વર્તમાન સ્થિતિ કથળી છે. અને કેટલાક તત્વો દેશની શાંતિ ડહોળવા પ્રયાસ કરી રહ્યા છે. જેને લઈને રાજનેતાઓએ ધર્મનો સહયોગ લેવાની જરૂર ઉભી થઇ છે. સંસ્કૃતિ અને સંસ્કૃત માટે કાર્યો થવા જરૂરી હોવાનું કહી દ્વારકા પાસેની દરિયાઈ પટ્ટીમાં સરકારની કામગીરીને લઈને સકારાત્મક હોવાનું પણ કહ્યું હતું.
શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ કોમન સિવિલ કોડ માટે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, કોમન સિવિલ કોડ લાગુ થવી જોઈએ. તો નામ લીધા વિના સ્વામિનારાયણ સંપ્રદાય અંગે જણાવ્યું હતું કે, કોઈની આલોચના કરી કોઈ સંપ્રદાય મોટો થતો નથી. સનાતન ધર્મને નીચું દેખાડે તેવી ફિલ્મ નહીં જોવાનું જણાવતા તેમણે ફિલ્મ મેકર્સને પણ અધ્યન કરીને ફિલ્મ બનાવવાની સલાહ આપી હતી. સાથે જ લવજેહાદ વિદેશ દ્વારા સંચાલિત થતી હોવાનો દાવો કર્યો હતો.
