Not Set/ પહેલી મહિલા કાર્યકર્તાનું માથું વાઢવાની તૈયારીમાં છે સાઉદી અરબ ?

મહિલા કાર્યકર્તા ની મુક્તિની માંગને લઈને કેનેડા સાથે સંબંધોમાં તણાવ બાદ સાઉદી અરબ પહેલી મહિલા કાર્યકર્તા ને મોતને ઘાટ ઉતારવાની તૈયારી કરી રહ્યું છે. આ એક્ટિવિસ્ટનું માથું વાઢીને મોતની સજા આપવામાં આવશે. 29 વર્ષની ઇસરા અલ-ઘોમઘમ ની એના પતિ મુસા અલ-હાશિમ સાથે ડિસેમ્બર 2015માં ધરપકડ કરવામાં આવી હતી. આ બંને પર પૂર્વી કાતિફ પ્રાંતમાં અરબ ક્રાંતિ […]

Top Stories World

મહિલા કાર્યકર્તા ની મુક્તિની માંગને લઈને કેનેડા સાથે સંબંધોમાં તણાવ બાદ સાઉદી અરબ પહેલી મહિલા કાર્યકર્તા ને મોતને ઘાટ ઉતારવાની તૈયારી કરી રહ્યું છે. આ એક્ટિવિસ્ટનું માથું વાઢીને મોતની સજા આપવામાં આવશે.

29 વર્ષની ઇસરા અલ-ઘોમઘમ ની એના પતિ મુસા અલ-હાશિમ સાથે ડિસેમ્બર 2015માં ધરપકડ કરવામાં આવી હતી. આ બંને પર પૂર્વી કાતિફ પ્રાંતમાં અરબ ક્રાંતિ બાદ સરકાર વિરોધી પ્રદર્શન કરવાનો આરોપ હતો.

આ મહિને, રિયાધમાં વિશેષ અપરાધિક અદાલતમાં સુનાવણી દરમિયાન ફરિયાદી પક્ષે ઇસરા અને અન્ય પાંચ આરોપીઓને આતંક-વિરોધી કાનૂન હેઠળ માથું વાઢવાની માંગ કરી હતી.

કાર્યકર્તાઓ આ ફેંસલા વિરુદ્ધ અપીલ કરી ચુક્યા છે. જેના પર ઓક્ટોબરમાં ફેંસલો લેવામાં આવશે. જો, મૃત્યુની સજા રહેશે, તો આને કિંગ સલમાન પાસે મંજૂરી માટે મોકલવામાં આવશે. તેઓ દરેક મૃત્યુ દંડ પર મહોર લગાવતા આવ્યા છે.

જર્મની સ્થિત યુરોપિયન સાઉદી ઓર્ગેનાઇઝેશન ફોર હ્યુમન રાઇટ્સ(ESOHR) મુજબ ઘોમઘમ એક જાણીતી કાર્યકર્તા છે. ESOHR ના નિદેશક અલી અદુંબિસિએ એક નિવેદનમાં કહ્યું કે આ ફેંસલો ખુબ રૂઢિચુસ્ત દેશમાં મહિલા કાર્યકર્તાઓ માટે ખતરનાક ઉદાહરણ પેશ કરે છે. ESOHR ઘોમઘમને તરત જ મુક્તિ આપવાની માંગ કરી રહ્યું છે. ESOHR કહેવાનું છે કે ઘોમઘમને છેલ્લા 3 વર્ષથી કેદ રાખવામાં આવ્યા છે. અને આ દરમિયાન એમને વકીલ રાખવાનો પણ અધિકાર મળ્યો નહતો.

ઘોમઘમની રાજનીતિક કેદીઓની મુક્તિ અને શિયા વિરોધી સરકારના ભેદભાવ ખતમ કરવાની માંગના આરોપો હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. જોકે, સાઉદી અધિકારીઓએ આ ખબર પર હાલ કોઈ ટિપ્પણી કરી નથી.