Ahmedabad News/ અમદાવાદમાં પહેલી જાન્યુઆરીથી રીક્ષામાં મીટર ફરજિયાત

અમદાવાદમાં પહેલી જાન્યુઆરીથી રીક્ષામાં મીટર ફરજિયાતપણ લાગુ પડશે. આ નિયમના અમલીકરણ કડકાઈથી કરવામાં આવશે તેવું કહેવામાં આવતા રીક્ષાચાલકોમાં મીટર લગાવવા માટે લાઇન લાગી છે.

Gujarat Top Stories Ahmedabad Breaking News

Ahmedabad News: અમદાવાદમાં પહેલી જાન્યુઆરીથી રીક્ષામાં મીટર ફરજિયાતપણ લાગુ પડશે. આ નિયમના અમલીકરણ કડકાઈથી કરવામાં આવશે તેવું કહેવામાં આવતા રીક્ષાચાલકોમાં મીટર લગાવવા માટે લાઇન લાગી છે. ડિજિટલ મીટરમાં રોકાણનો ચાર્જ પણ ભાડાંની સાથે જ ગણાઈ જશે. અમદાવાદ પોલીસ દ્વારા રીક્ષા ચાલકો માટે બહાર પાડવામાં આવેલા જાહેરનામાના પગલે રીક્ષા ચાલકોમાં મીટર લગાવવા લાઇન લાગી છે.

આ જાહેરનામામાં સ્પષ્ટ જણાવાયું છે કે મીટર વગરના રીક્ષાચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે અને આકરા પગલાં લેવામાં આવશે. જો કે હવે આ જાહેરનામામાં તે સ્પષ્ટતા કરવામાં આવી નથી કે રીક્ષાચાલકોમાં છકડાને ઓટોરીક્ષાની કેટેગરીમાં ગણવી કે નહીં. તેના લીધે કેટલાય છકડાચાલકોમાં અસસંજસ છે. આ છકડાચાલકો ફિક્સ ભાડાં પર જ તેમનો છકડો ચલાવે છે. તે સામાન્ય રીક્ષાવાળા કરતાં વધારે મુસાફરો ભરી શકતાં હોવાથી લગભગ મોટાભાગના છકડામાં મીટર લાગેલું હોતું નથી.

હવે છકડાને ઓટોરીક્ષાની કેટેગરીમાં ગણવા કે નહીં તે અંગે હજી સુધી કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી. તેથી ઘણા છકડાચાલકોને લાગે છે કે અમારે ડિજિટલ મીટર લગાવવું જોઈએ અને તેથી લગાવી રહ્યા છે અને ઘણા છકડાચાલકો માને છે કે આ ડિજિટલ મીટરનો આદેશ રીક્ષાચાલકો માટે છે અને રીક્ષો તથા છકડો જુદી-જુદી કેટેગરી છે તેથી તેમણે ડિજિટલ મીટર લગાવવાની જરૂર નથી. આથી તે ડિજિટલ મીટર લગાવી રહ્યા નથી. હવે તેમનો છકડો રીક્ષામાં ગણાય છે કે નહીં તેની ખબર તો કદાચ તેમને પહેલી જાન્યુઆરી પછી પોલીસના પગલાં પરથી જ ખબર પડશે.

અમદાવાદમાં કેટલાય રીક્ષાચાલકો ડિજિટલ મીટર વગર ફરતા હોઈ ગ્રાહકો પાસેથી મનમાન્યું ભાડું વસૂલતુ હોવાની ફરિયાદ ઉઠી છે. આ પ્રકારની ફરિયાદોના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થવાના પગલે પોલીસ કમિશ્નરે આ પગલું લેવાની ફરજ પડી છે. હાલમાં તો રીક્ષાચાલકોએ મીટર લગાવવા જાણે એ રીતે લાઇન લગાવી છે જાણે ગેસની લાઇન ન હોય.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદ રીક્ષા ચાલકોએ કરી HCમાં અરજી, કાલુપુર રેલવે સંકુલના પ્રતિબંધને HCમાં પડકાર્યો, કાલુપુર રેલવે સ્ટેશન બહાર ઉભા રહેવા માંગી મંજૂરી

આ પણ વાંચો: અમદાવાદીઓ આજે ધ્યાન રાખજો, રીક્ષાચાલકોની છે હડતાળ

આ પણ વાંચો: અમદાવાદઃ દધિચીબ્રીજ પર બંધ પડેલ બસ પાછળ રીક્ષા ઘુસી, રિક્ષામાં ચાલક ફસાતા સ્થાનિકોએ બહાર કાઢ્યો, રોષે ભરાયેલ સ્થાનિકોએ બસમાં તોડફોડ કરી, બંધ પડેલ બસથી સર્જાયો