Ahmedabad News/ અમદાવાદીઓ આજે ધ્યાન રાખજો, રીક્ષાચાલકોની છે હડતાળ

અમદાવાદમાં રીક્ષાચાલકોએ અચાનક જ તેમના પૈડા થંભાવી દીધા છે. તેથી આજે અમદાવાદીઓએ બહાર નીકળતા આ ધ્યાન રાખવું પડશે. ખાસ કરીને શટલ રીક્ષામાં ફરનારાઓનું તો આવી જ બન્યું સમજો.

Gujarat Ahmedabad Top Stories Breaking News
Beginners guide to 80 3 અમદાવાદીઓ આજે ધ્યાન રાખજો, રીક્ષાચાલકોની છે હડતાળ

Ahmedabad News:  અમદાવાદમાં રીક્ષાચાલકોએ અચાનક જ તેમના પૈડા થંભાવી દીધા છે. તેથી આજે અમદાવાદીઓએ બહાર નીકળતા આ ધ્યાન રાખવું પડશે. ખાસ કરીને શટલ રીક્ષામાં ફરનારાઓનું તો આવી જ બન્યું સમજો. રીક્ષાચાલકોએ અચાનક જ પૈડા થંભાવી દેતા અમદાવાદીઓએ આજનો દિવસ તો હેરાન થવાનું નિશ્ચિત જ છે. હવે કેટલા દિવસ માટે આ હડતાળ ચાલવાની છે તેની કોઈને ખબર જ નથી. રીક્ષાચાલકોની હડતાળના લીધે અમદાવાદમાં ફરતી લગભગ અઢી લાખ રીક્ષાઓના પૈડા આજે થંભી ગયા છે. સવારના છ વાગ્યાથી જ તેઓ હડતાળ પર ઉતરી ગયા છે.

રીક્ષાચાલકો અને ટેક્સી ડ્રાઈવર્સની માગ એ છે કે સફેદ નંબર પ્લેટ પર ગેરકાયદે એગ્રીગેટર કંપનીઓના શહેરોમાં ધમધમતાં ટુ વ્હીલર બંધ કરાવવામાં આવે. ઉલ્લેખનીય છે કે આ કારણે રિક્ષાચાલકો અને ટેક્સી ડ્રાઈવર્સે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની જાહેરાત કરી છે. આમ અમદાવાદમાં ચાલતા ગેરકાયદે એગ્રીગેટર સામે રીક્ષાચાલકોએ બાંયો ચઢાવી છે, પણ તેમના હડતાળનું આ શસ્ત્ર એગ્રીગેટરોને હેરાન કરવાના બદલે સામાન્ય લોકોને વધારે હેરાન કરશે. જ્યારે આ હડતાળ રીક્ષાચાલકોએ  જેના વિરુદ્ધમાં પાડી છે તે એગ્રીગેટરોને તેના લીધે આજે રીતસરના બખ્ખાં થઈ જશે.

રીક્ષાચાલકો અને ટેક્સી ડ્રાઇવર્સ દ્વારા આરોપ મૂકવામાં આવ્યો હતો કે ઉબેર, ઓલા, રેપિડો જેવી કંપનીઓ દ્વારા આરટીઓના નિયમ પ્રમાણે ભાડું ચૂકવવામાં આવતું નથી. બીજી બાજુ ઓનલાઈન એપ્લિકેશનને કારણે હેરાનગતિનો પણ સામનો કરવો પડે છે. એટલા માટે બુધવાર સવારના 6 વાગ્યાથી હડતાળની જાહેરાત કરીએ છીએ. આજે રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન સહિતના અનેક ભીડવાળા વિસ્તારોમાં મુસાફરોએ તકલીફનો સામનો કરવો પડી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ભારે વરસાદના લીધે દ્વારકામાં બિલ્ડિંગ ધરાશાયી, ત્રણના મોત

આ પણ વાંચો: ગુજરાતમાં તોફાની વરસાદનું રેડ એલર્ટ, NDRFએ સંભાળ્યો હવાલો, એરફોર્સે પણ હાથ લંબાવ્યો

આ પણ વાંચો: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 6 દિવસમાં અધધધ 50 ઈંચ વરસાદ