Ahmedabad News : કુરીયર મારફતે ભારતીય બનાવટના વિદેશી બિયરના જથ્થાને મોકલનારા શખ્સની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે.આ બનાવની વિગત મુજબ 2023ની સાલથી મહારાષ્ટ્રના ભીવંડી અને વસઈ જેવા વિસ્તારોમાં ગોડાઉન ભાડે રાખીને કેન્દ્રશાષિત પ્રદેશ દીવડદાદરાનગર હવેલી ખાતેથી બિયરનો જથ્થો મંગાવી ગોડાઉનમાં બિયરના જથ્થાને પાર્સલ સ્વરૂપે પેક કરવામાં આવતો હતો.
બાદમાં ગુજરાતમાં આવેલા અલગ અલગ એન્ટરપ્રાઈઝના GST નંબર મેળવીને તેને આધારે બનાવટી બિલો બનાવી બિયરના જથ્થાને લોડિંગ વાહનોમાં વિવિધ ટ્રાન્સપોર્ટકંપનીના ગોડાઉનમાં મોકલી આપવામાંઆવતો હતો.
આમ બ્યરના જથ્થાની પાર્સલમાં હેરાફેરી કરીને અમદાવાદના અલગ અલગ બુટલેગરોને મોકલી આપવામાં આવતો હતો.આ કેસમાં ક્રાઈમ બ્રાંચે મુળ કચ્છના રૂષભ ઉર્ફે રમેશ મણીલાલ ગાલાની ધરપકડ કરી છે. આરોપી સામે અગાઉ કાગડાપીઠ, માધુપુરા, ચાંદખેડા, ક્રાઈમ બ્રાંચમાં 8 જેટલા ગુના નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું હતું.
આ પણ વાંચો:સુરતમાં તાવના લીધે સાત વર્ષના બાળકનું મોત, ઇન્જેકશનના ઓવરડોઝનો આક્ષેપ
આ પણ વાંચો:સુરતમાં રોગચાળાએ ફરીથી માથુ ઊચક્યું ! ચાર વર્ષના બાળકનું ડેન્ગ્યુથી મોત
આ પણ વાંચો:સુરતના ઉધનાામાં ઊંડા ખાડામાં પડી જતા 8 વર્ષના બાળકનું મોત
