Gujarat Weather/ ગુજરાતમાં ઘટતો જતો ઠંડીનો પ્રકોપ, જોવા મળી બેવડી ઋતુની અસર

હવામાન વિભાગની આગાહી મુજબ, શિયાળો હાલ વિદાયના અંતિમ તબક્કામાં છે. ત્યા

Gujarat Top Stories Others Breaking News

Gujarat Weather News: એવું લાગે છે કે ગુજરાતમાંથી ઠંડી(Cold)નો પ્રકોપ ઓછો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાય દિવસોથી તાપમાનનો પારો વધી રહ્યો છે. પરંતુ પશ્ચિમી વિક્ષોભ(Western Disturbance)ને કારણે રાજ્યમાં હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે.

આજથી 3 એપ્રિલ સુધી છે હિટવેવની આગાહી, સાચવજો આ વિસ્તારોમાં અપાયું છે યલો  એલર્ટ

હવામાન વિભાગની આગાહી મુજબ, શિયાળો હાલ વિદાયના અંતિમ તબક્કામાં છે. ત્યારબાદ રાજ્યમાં બેવડી ઋતુની અસર રહેશે, જેના કારણે ગુજરાતમાં તાપમાન 34 થી 35 ડિગ્રી રહેશે. રાજ્યમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી વધુ જોવા મળશે, જ્યારે બપોરે મહત્તમ તાપમાન 30 ડિગ્રીથી ઉપર રહેશે. આગામી 5 દિવસ સુધી ગુજરાતમાં તાપમાનમાં કોઈ ફેરફાર થશે નહીં. કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

Feeling heatwave? Here are top 10 hottest cities in India right now | Today  News

હાલમાં રાજ્યમાં ઉત્તર-પશ્ચિમથી ઉત્તર દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સનાં કારણે કેટલીક જગ્યાએ વાદળો છવાઈ શકે છે. આગામી એક અઠવાડિયા સુધી રાજ્યમાં હવામાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં. તેથી, બે દિવસ સુધી મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે. તે પછી તાપમાન વધી શકે છે. વધુ એક પશ્ચિમી વિક્ષેપ ઉભો થયો છે. ગુજરાતના ઘણા જિલ્લાઓ પણ વાદળોથી ઘેરાયેલા છે.

Severe heatwave: Unrelenting heat disrupts daily life in swathes of India |  India News - Business Standard

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. જેના કારણે ખેડૂતોમાં માવઠાની ચિંતા ઘણી વધી ગઈ છે. મેદાની વિસ્તારોમાં સવારે ઠંડી અને બપોરે ગરમી હોય છે. જોકે, ફેબ્રુઆરીમાં ગરમીની શરૂઆત થતાં હવામાન વિભાગ પણ ચિંતિત બન્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં તાપમાનમાં વધારો, ઠંડીનું પ્રમાણ ઘટ્યું

આ પણ વાંચો:ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું, તાપમાનમાં થયો વધારો

આ પણ વાંચો:રાજ્યમાં ઠંડીનો પારો વધવાની શક્યતા, આગામી દિવસોમાં વાતાવરણ શુષ્કની શક્યતા