ચોમાસાની ઋતુ જેટલી શાંતિ અને આનંદ પ્રદાન કરે છે એટલી જ હેરાનગતિ ઊભી થનારી હોઇ શકે છે. ખાસ કરીને ત્યારે, જ્યારે ઘર અથવા ઓફિસમાં કીડા-મંકોડા, મચ્છર, કીડીઓ અને વંદાઓનું જાણે પૂર આવ્યું હોય . આવી પરિસ્થિતિ ઘરની સાફ- સફાઇમાં બાધારૂપ છે એટલું જ નહીં, પરંતુ કેટલીક વાર બિમારીઓનું કારણ પણ બને છે. બજારમાં મળતાં કેમિકલયુક્ત સ્પ્રે મોંઘાદાટ હોવાની સાથોસાથ સ્વાસ્થ્ય માટે પણ નુકસાનકારક હોઇ શકે છે. પરંતુ જો તમે ઇચ્છો તો વધુ ખર્ચ કર્યા વિના અને કેમિકલ વાપર્યા વગર પણ કીડાઓથી છૂટકારો મેળવી શકો છો. તો જાણીએ એવા બે ઘરગથ્થુ ઉપાયો, જે અત્યંત અસરકારક છે.
1. લવિંગ, બૅકિંગ સોડા અને તમાલપત્રનો સ્પ્રે

1. લવિંગ, બૅકિંગ સોડા અને તમાલપત્રનો સ્પ્રે
સામગ્રી – લવિંગ, 1 ચમચી બૅકિંગ સોડા, 2 થી 3 તમાલપત્ર
આ મિશ્રણ બનાવવા માટે એક વાસણમાં પાણી ગરમ કરો. જેવું પાણી ઉકળવા લાગે એટલે એમા થોડા લવિંગ નાખી દો. જ્યારે પાણીનો રંગ બદલાય ત્યારે એમાં એક ચમચી બૅકિંગ સોડા નાખીને સારી રીતે હલાવી લો. હવે આ મિશ્રણને ઠંડુ કરો અને સ્પ્રે બોટલમાં ભરી દો. ત્યારબાદ તેમાં બે-ત્રણ તમાલપત્ર તોડીને નાખો. આ પ્રમાણે તમારો સ્પ્રે તૈયાર થઈ જશે. તમે એને સીધું જ કીડાઓ પર અથવા એમના આગમનના સંભવિત સ્થાનો પર છંટકાવ કરો. આનાથી કીડા-મંકોડા ભાગવા લાગે છે અથવા મરી જાય છે.
2. લીમડા અને પાણીનો સ્પ્રે

2. લીમડા અને પાણીનો સ્પ્રે
સામગ્રી – 5 મોટી ચમચી લીમડાનું તેલ, 1 લિટર પાણી
આ સ્પ્રે બનાવવા માટે સૌપ્રથમ લીમડાનું તેલ તથા પાણીને સારી રીતે મિક્સ કરીને એક સ્પ્રે બોટલમાં ભરી લો. ઘરના ખૂણાઓ, બારીઓ, દરવાજા તથા બાથરુમો જેવા સ્થાનો પર આ મિશ્રણનો છંટકાવ કરો. લીમડામાં રહેલાં એન્ટી-બૅક્ટેરિયલ તથા જંતુનાશક ગુણો કીડા-મંકોડાને દૂર રાખે છે, જેનાથી એ ઘર અથવા ઑફિસમાં ઘૂસી શકશે નહીં.
3. વિનેગરનો સ્પ્રે
જો તમે વધુ મહેનત કરવાના ઈચ્છતાં નથી, પરંતુ કીડા-મંકોડાથી છૂટકારો મેળવવા માંગો છો તો સફેદ વિનેગર નો પ્રયોગ કરી શકો છો. વિનેગરને સ્પ્રે બોટલમાં ભરો અને કીડા પર સીધો જ સ્પ્રે કરો અથવા તો વિનેગરના પાણી વડે ઘરમાં પોતાં મારો. વિનેગરની વાસથી કીડા ભાગી જાય છે અને ફરીથી આવતાં નથી.
આ પણ વાંચો:એપલ વિનેગર જે પાચનતંત્રને રાખે સ્વસ્થ, તમે રહેશો મસ્ત!
આ પણ વાંચો:ઈન્સટન્ટ એનર્જી ડ્રિંક પીવા કેટલા ફાયદકારક છે? બજારોમાં થઈ રહ્યું છે સતત વેચાણ
આ પણ વાંચો:આંખોની આસપાસ સતત થઈ રહ્યો છે તમને દુખાવો? અંધ પણ થઈ શકો છો….
