બોલીવુડના એક્ટર આયુષ્માન ખુરાના હાલ તેની બધાઈ હો ફિલ્મથી ઘણી ચર્ચામાં છે. બે ફિલ્મો તેની સુપરહિટ નીવડી છે. હાલમાં તેઓ નેહા ધૂપિયાનો શો ‘ નો ફિલ્ટર વિથ નેહા’ માં પહોચ્યા હતા.
આ શોમાં આયુષ્માને પોતાનું નામ કેવી રીતે બદલ્યું તે વિશે વાત કરી હતી.
આયુષ્માન ખુરાનાના ચાહકોને લાગે છે કે તેણે પોતાનું નામ જ્યોતિષના લીધે બદલ્યું છે. પોતાના નામ વિશે આ એક્ટરે ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું હતું કે મારા પિતાના કહેવા પર મેં નામ સાથે અમુક અક્ષર જોડ્યા હતા. આયુષ્માનના પિતા જ્યોતિષ છે. આ મ્મ્લે તેણે કહ્યું હતું કે હું જ્યોતિષીમાં માનતો નથી પરંતુ પિતાનું મન રાખવા માટે મેં તેમની વાત માની હતી.
એટલું જ નહી પરંતુ આયુષ્માને બીજી એક વાત પણ કહી હતી. નાનપણમાં તેને લોકો આન્ટી મેગ્નેટ એટલે કે આન્ટીઓને આકર્ષિત કરનાર કહેતા હતા. પોતાના લુક્સના લીધે તે દરેકનો ફેવરીટ હતો. પોતાનાથી વધારે ઉંમરની મહિલાઓ તેને ખુબ ગમતી હતી.
