Not Set/ વડોદરામાંથી બનાવટી માર્કશીટ બનાવતી ટોળકી ઝડપાઇ, જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને કરતા ટાર્ગેટ

વડોદરા, વડોદરામાંથી બનાવટી માર્કશીટ બનાવતી ટોળકી ઝડપાઇ છે. એસોજીએ 41 માર્કશીટ, પાંચ સર્ટિફિકેટ, રબ્બર સ્ટેમ્પ અને કોમ્પ્યુટર સહીત ટોળકીના સભ્યોને ઝડપી પાડ્યા હતા.  બનાવટી માર્કશીટ બનાવતી ટોળકીમાં મહિલા સહીતના સભ્યો પણ ઝડપાઇ ગયા છે. જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને બનાવટી માર્કશીટ બનાવી આપવાની બાતમી એસોજીને મળી હતી. બાતમીના આધારે અટલાદરાની પરમ રેસીડેન્સીમાં દરોડા પાડવામાં આવ્યા. મુકેશ પરમાર નામના […]

Top Stories Gujarat Vadodara

વડોદરા,

વડોદરામાંથી બનાવટી માર્કશીટ બનાવતી ટોળકી ઝડપાઇ છે. એસોજીએ 41 માર્કશીટ, પાંચ સર્ટિફિકેટ, રબ્બર સ્ટેમ્પ અને કોમ્પ્યુટર સહીત ટોળકીના સભ્યોને ઝડપી પાડ્યા હતા.  બનાવટી માર્કશીટ બનાવતી ટોળકીમાં મહિલા સહીતના સભ્યો પણ ઝડપાઇ ગયા છે. જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને બનાવટી માર્કશીટ બનાવી આપવાની બાતમી એસોજીને મળી હતી. બાતમીના આધારે અટલાદરાની પરમ રેસીડેન્સીમાં દરોડા પાડવામાં આવ્યા.

મુકેશ પરમાર નામના શખ્સે બનાવટી માર્કશીટ બનાવી આપી હોવાની હકીકત સામે આવતા મુકેશ પરમારના ઘરે દરોડા પાડ્યા હતા. મુકેશ પરમારના ઘરમાંથી 41 માર્કશીટ, પાંચ સર્ટિફિકેટ, 37 રબર સ્ટેમ્પ, તેમજ કોમ્પ્યુટર અને પ્રિન્ટર મળી આવતા પોલીસે મુકેશ પરમારની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ પૂછપરછ કરતા બનાવટી માર્કશીટનો ભેદ ખુલ્યો હતો.

શૈક્ષણિક અનામતના કારણે ઓપન કેટેગરીના વિદ્યાર્થીઓને એક ટકા માટે મનગમતા અભ્યાસથી વંચિત રહેવુ પડે છે. જેને લઇને વર્તમાન સમયમાં અનામતની આગમાં ગુજરાત રાજ્ય સહીત ભારત દેશ હોમાઇ રહ્યો છે .ત્યારે બનાવટી માર્કશીટને લઇને રાજકારણ કેટલી હદે ગર્માશે અને વિદ્યાર્થીઓ પર કેવી અસર પડશે તે જોવુ રહ્યુ.