Vadodara News/ વડોદરામાં આવેલું પૂર કુદરતી નહીં પણ માનવસર્જિત પૂર હતું

વડોદરામાં આવેલું પૂર ફક્ત વધારે વરસાદને જ આભારી ન હતું, પરંતુ આ પૂર માનવસર્જિત હતુ. વિશ્વામિત્રી નદી (VishvaMitri River) ના પટમાં કરવામાં આવેલા દબાણના લીધે વડોદરામાં પૂર આવ્યુ હતુ. તંત્ર દ્વારા આ માટે સર્વે કરવામાં આવ્યો હતો અને નોટિસ પણ પાઠવવામાં આવી હતી.

Gujarat Vadodara Breaking News

Vadodara News: વડોદરામાં આવેલું પૂર ફક્ત વધારે વરસાદને જ આભારી ન હતું, પરંતુ આ પૂર માનવસર્જિત હતુ. વિશ્વામિત્રી નદી (VishvaMitri River) ના પટમાં કરવામાં આવેલા દબાણના લીધે વડોદરામાં પૂર આવ્યુ હતુ. તંત્ર દ્વારા આ માટે સર્વે કરવામાં આવ્યો હતો અને નોટિસ પણ પાઠવવામાં આવી હતી.

નદી પરના દબાણકર્તાના નામથી વડોદરા મહાનગરપાલિકા સાવ અજાણ છે. નોટિસમાં તેણે ફક્ત કબ્જેદાર લખીને નોટિસ પાઠવી છે. કોઈનું નામ પણ લખ્યું નથી. આના પગલે એવી વાત છે કે આ દબાણ ભાજપના નેતાઓ દ્વારા કરવામાં આવ્યું છે, જો કે આ અંગે કોઈએ કશું કહ્યું નથી પણ આ પ્રકારની ચર્ચા છે.

વિશ્વામિત્ર નદીમાં આવેલા પૂરને કારણે વડોદરા શહેરના લોકોને થયેલા ભારે નુકસાનને પગલે લોકોનો રોષ હજુ પણ શમ્યો નથી. બીજી બાજુ વિપક્ષ કોંગ્રેસ દ્વારા પણ વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂર માનવસર્જિત નહીં, પરંતુ ભાજપા સર્જિત પૂર હોવાના આક્ષેપ કર્યા હતા. વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરના કારણે ચારેકોરથી ફસાયેલી ભાજપા સરકાર દ્વારા આ બાબતે કડક કાર્યવાહી કરવા માટે વડોદરા કોર્પોરેશનને પણ તાકીદ કરી હતી. જેના પગલે વડોદરા કોર્પોરેશન દ્વારા વિશ્વામિત્રી નદી પરના દબાણો શોધવા માટે કાર્યવાહી શરૂ કરી હતી.

વડોદરા કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું હતું કે, કોર્પોરેશન દ્વારા વિશ્વામિત્રી નદી ઉપરના દબાણો શોધવા માટે વેમાલીથી વડસર સુધી અંદાજિત 23 કિલોમીટર સુધીના વિશ્વામિત્રી નદી કિનારા પર ફિઝિકલ તેમજ ડ્રોન સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં 25 જેટલી ઇમારતો જણાઇ આવી હતી. જે પૈકી 10 જેટલી જગ્યાએ દબાણો જણાઈ આવતા પાલિકા દ્વારા આજે નોટિસો આપવામાં આવી છે. તમામ દબાણકારોને ત્રણ દિવસમાં નોટિસનો જવાબ આપવા જણાવ્યું છે. જો તેઓ દ્વારા સંતોષકારક જવાબ આપવામાં નહીં આવે તો આગામી 72 કલાક બાદ એટલે કે શુક્રવારથી માર્જિનની જગ્યામાં થયેલા દબાણનો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ વડોદરામાં વિનાશક પૂર બાદ સરકાર બની ગંભીર

આ પણ વાંચોઃ વડોદરામાં પૂરથી ત્રાસીને પત્નાના દાગીના વેચી ખરીદી બોટ

આ પણ વાંચોઃ વડોદરામાં કાઉન્સિલર પૂરગ્રસ્તોની મુલાકાત લેવા પહોંચ્યા, લોકોએ રોકડું પરખાવ્યું