મયુર સોની, મંતવ્ય ન્યુઝ , રાજકોટ
રાજકોટ મહાપાલિકાના ફૂડ વિભાગે આજે સતત બીજા દિવસે કેરીના વેપારીઓને ત્યાં ચેકીંગ કર્યું છે , અલગ અલગ જગ્યાએ 32 જેટલા વેપારીઓને ત્યાં ચેકીંગ કરીને 21 વેપારીઓને નોટિસ ઈશ્યુ કરવામાં આવી છે ,, કેરી પકાવવા માટે કેલ્શિયમ કારબાઈટ અને અન્ય કેમિકલના ઉપયોગને લઈને ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું તો કેરીના ધંધાર્થીઓ ઓર્ગેનિકના બોક્સ બનાવીને કેમિકલ યુક્ત કેરી વેંચતા હોવાનું પણ સામે આવતા સંખ્યાબંધ વેપારીઓને ઓર્ગેનિક કેરી અંગે પ્રમાણપત્રો રજૂ કરવા તાકીદ કરી છે , રાજકોટ જાણે બોડીબામણી નું ખેતર હોઈ તેમ નફો રળવા માટે કેરીના ધંધાર્થીઓ બેફામ બન્યા છે , કેરીને સમય કરતા વધુ વહેલી પકાવવા અવનવા કેમિકલનો ઉપયોગ કરતા પણ ખચકાતા નથી જેનાથી પેટના સંખ્યાબંધ રોગ થવાનો પણ ખતરો રહે છે , તો ઓર્ગેનિકને નામે અન્ય કેરીઓ ધાબડી દેવામાં આવી રહી હોવાનું પણ મનપાના ધ્યાને આવ્યું છે
કાર્યવાહી/
રાજકોટમાં ઓર્ગેનિક કેરીના નામે ધકેલપંચા દોઢસો : 32 વેપારીઓને ત્યાં ચેકીંગ, 21 ને નોટિસ આપવામાં આવી
મયુર સોની, મંતવ્ય ન્યુઝ , રાજકોટ રાજકોટ મહાપાલિકાના ફૂડ વિભાગે આજે સતત બીજા દિવસે કેરીના વેપારીઓને ત્યાં ચેકીંગ કર્યું છે , અલગ અલગ જગ્યાએ 32 જેટલા વેપારીઓને ત્યાં ચેકીંગ કરીને 21 વેપારીઓને નોટિસ ઈશ્યુ કરવામાં આવી છે ,, કેરી પકાવવા માટે કેલ્શિયમ કારબાઈટ અને અન્ય કેમિકલના ઉપયોગને લઈને ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું તો […]
