'Gandhinagar Capital'/ ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં હત્યાના બનાવથી ચકચાર

પિતાને તલવાર મારતા પુત્રએ આરોપીને હોસ્પિટલમાં જઈને ખતમ કર્યો

Gandhinagar Gujarat

Gandhinagar News : ગુજરાતના પાટનગરમાં ગુનાનું પ્રમાણ વધી રહ્યું છે. ગઈકાલે રાત્રે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં જ હત્યાનો બનાવ બનતા ભાગદોડ મચી ગઈ હતી. નજીવી બાબતના ઝઘડામાં પિતા પર તલવારથી હુમલો થતા તેના પુત્રએ હુમલાખોરને હોસ્પિટલમાં જઈને છરાના ઘા ઝીકીને તેની હત્યા કરી નાંખી હતી.

આ બનાવની વિગત મુજબ ગાંધીનગરમાં જીઈબી નજીક આવેલી ડમ્પીંગ સાઈટ પાસે સાવન કિશનભાઈ માજીરાણાને અને ગોવિંદભાઈ નામની વ્યક્તિને કોઈ બાબતે ઝઘડો થયો હતો. ઉગ્ર બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા સાવને ગોવિંદભાઈને તલવાર મારતા તે ઘાયલ થયા હતા. ઝપાઝપીમાં સાવનને પણ તલવારથી ઈજા પહોંચી હતી.

જેને પગલે સાવન માજીરાણાને સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. બીજીતરફ સાવને ગોવિંદભાઈ પર તલવારથી હૂમલો કર્યો હોવાથી તેમનો દિકરો રાકેશ ગુસ્સે ભરાયો હતો. પિતા પર થયેલા હૂમલાનો બદલો લેવા માટે ગુરૂવારે મોડી રાત્રે રાકેશ છરો લઈને સિવિલ હોસ્પિટલમાં ધસી ગયો હતો.

જ્યાં તેણે છરાના ઘા મારીને સાવન માજીરાણાની હત્યા કરી નાંખી હતી.

 આ બનાવને પગલે હોસ્પિટલમાં ભયનો માહોલ ઉભો થયો હતો.  આ અંગે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સીઆઈડી ક્રાઈમ ગાંધીનગરનો લાંચિયો પીએસઆઈ ઝડપાયો

આ પણ વાંચો:કોંગ્રેસના આરોપનામાં સામે નિલેશ કુંભાણીનું બચાવનામું, જુઓ વીડિયો

આ પણ વાંચો:વડોદરામાં સરકારી સ્કૂલો સજ્જ થશે સાયન્સ, ટેકનોલોજી, એન્જિ. ગણિતની લેબથી

આ પણ વાંચો:શાળાઓના વેકેશનને પગલે કાંકરીયા સોમવારે પણ ખુલ્લુ રહેશે, શહેરીજનોના આનંદમાં વધારો