Gujrat/ સુરત : હીરા કામદાર પ્રેમીનું ઘાતકી પગલું, લગ્ન બીજે નક્કી થતા પ્રેમિકા પર હુમલા બાદ કરી આત્મહત્યા

હીરા કામદાર પ્રેમીએ ઘાતકી પગલું ભર્યું. હીરા કામદાર પ્રેમિકાના લગ્ન બીજે નક્કી થતા તેના પર હુમલો કર્યો. અને પછી બાદમાં આત્મહત્યાનું અંતિમ પગલું ભર્યું.

Top Stories Gujarat Surat

સુરતમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. હીરા કામદાર પ્રેમીએ ઘાતકી પગલું ભર્યું. હીરા કામદાર પ્રેમિકાના લગ્ન બીજે નક્કી થતા તેના પર હુમલો કર્યો. અને પછી બાદમાં આત્મહત્યાનું અંતિમ પગલું ભર્યું. આ ઘટના સુરતના સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનવા પામી. જ્યાં 22 વર્ષીય હીરા કામદારે 19 વર્ષની યુવતી પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી આત્મહત્યા કરી લેતા લોકોમાં ચકચાર મચી છે.

સરથાણા વિસ્તારમાં હીરા કામદાર કે જેનું નામ અંકિત ભાંભણા છે તે બપોરે તેની પ્રેમિકાના ઘરે ગયો. જ્યાં તેણે તેની પ્રેમિકા અને તેની બહેન બંને પર હુમલો કર્યો. આ હુમલા બાદ અંકિત નામના હીરા કામદારે આત્મવિલોપન કરતા યુવતીને ગળે લગાવી હતી. આ ઘટનામાં જો કે યુવતીને બચાવી લેવામાં આવી છે. હાલ તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઘટનાને લઈને સરથાણા વિસ્તારમાં પોલીસ ફરિયાદ થતા સમગ્ર મામલો સામે આવ્યો. પોલીસે ઘટનાની વધુ તપાસ હાથ ધરી.

Diamond worker attacks teen, dies after self-immolation

એક પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ આત્મવિલોપન કરનાર હીરા કામદાર ઉર્ફે અંકિત ભાંભણા અને જેના પર હુમલો કર્યો તે પીડિત યુવતી પાસોદરાના ઓમ ટાઉનશીપમાં રહે છે. અંકિત અને પીડિત યુવતી વચ્ચે 6 મહિનાનો પ્રેમ સંબંધ હતો. જો કે યુવતીના પરિવારને તેમના સંબંધોની જાણ થતા તેણે અંકિત સાથે સંબંધોનો અંત લાવી દીધો. પરિવારની ઇચ્છા મુજબ યુવતીએ બે દિવસ પહેલા જ અન્ય એક છોકરા સાથે સગાઈ કરી લીધી.

અંકિતને જ્યારે જાણ થઈ કે તેની પ્રેમિકાએ અન્ય યુવક સાથે સગાઈ કરી ત્યારે તે ઉશ્કેરાઈ ગયો. અને ગુસ્સામાં આવી તે તિક્ષ્ણ હથિયાર અને પેટ્રોલ જેવા પ્રવાહી સાથે યુવતીના ઘરે પંહોચ્યો. તે સમયે યુવતી તેની બહેન સાથે વાતો કરી રહી હતી ત્યારે તેના પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો અને તેની બહેનના હાથ પર ડંખ માર્યો. યુવતી અને તેની બહેન સાથે અંકિત બોલાચાલી કરતા હતો ત્યારે પોતાના પર જ જ્વલનશીલ પ્રવાહી છાંટી લીધું. જેના બાદ તે યુવતીને ભેટતા મારવાનો પ્રયાસ કર્યો હતો. દરમ્યાન આ પ્રયાસમાં યુવતી પણ ચહેરા, હાથ અને છાતીનો ભાગ દાઝી જતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી.

પ્રેમમાં પાગલ બનેલા હીરા કામદારે આત્મવિલોપન કરવાની ઘટનામાં યુવતી પણ દાઝી હતી. આ ઘટનાની જાણ થતા ફાયરની ટીમ ત્યાં પંહોચી હતી. જો કે ફાયરની ટીમ પંહોચે તે પહેલા જ પ્રેમી અંકિત ભાંભણાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસે હત્યાના પ્રયાસ, પેશકદમીની ફરિયાદ નોંધી અકસ્માત મોતનો ગુનો પણ નોંધ્યો છે. સરથાણાના પોલીસ ઈન્સ્પેક્ટર વી.એલ. પટેલે જણાવ્યું હતું કે, “પીડિતા તેના માતા-પિતા, ભાઈ અને બહેન સાથે ટાઉનશીપમાં રહેતી હતી. જ્યારે આ ઘટના બની ત્યારે તે તેની બહેન સાથે ઘરે હતી. દાઝી ગયા બાદ યુવતીને વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હાલ તે ખતરાની બહાર છે.”


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ayodhya ram mandir/મન મોહી લે તેવો ચહેરો, કપાળ પર તિલક…રામલલાના ચહેરાની પ્રથમ તસવીર જાહેર; ઘરે બેસીને કરો દર્શ

આ પણ વાંચો:

આ પણ વાંચો: