Sabarkantha News: સાબરકાંઠાના હિંમતનગરમાં ભૂસ્તરશાસ્ત્રીની કચેરીમાં ખોટા દસ્તાવેજો રજૂ કરવાના મામલે ત્રણ શખ્શો સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. જેમાં મુખ્ય આરોપી તરીકે અતુલ સોમપુરા સામે ગંભીર આક્ષેપો મૂકાયા છે.
અતુલ સોમપુરાએ પોતાને હિંદુસ્તાન સ્કાઉટ-ગાઈડના પૂર્વ સ્ટેટ કમિશ્નર તરીકે ઓળખ આપી કાનૂની પ્રક્રિયાને ભ્રમિત કરવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. તેઓ ભાજપના પૂર્વ જિલ્લા કાર્યાલય મંત્રી રહી ચૂક્યા છે. આ ઓળખનો ઉપયોગ કરી ખાણખનીજ કચેરીમાં બનાવટી એન્વાયરમેન્ટ ક્લીયરન્સ સર્ટિફિકેટ રજૂ કરવામાં આવ્યું હતું.
ભૂસ્તરશાસ્ત્રી કચેરીના જણાવ્યા મુજબ સવગઢ વિસ્તારમાં પથ્થરની ખાણ શરૂ કરવા માટે નકલી સર્ટિફિકેટ રજૂ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન સર્ટિફિકેટ ખોટું હોવાનું સ્પષ્ટ થતાં, તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાવાઈ. આ કેસમાં અતુલ સોમપુરા સાથે સંજય વણઝારા અને રાજ ગોસ્વામીના નામ પણ ફરિયાદમાં સામે આવ્યા છે.
અતુલ સોમપુરા જે ભાજપના પૂર્વ જિલ્લા કર્યાલય મંત્રી રહી ચૂક્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેણે હિંદુસ્તાન સ્કાઉટ-ગાઈડના પૂર્વ સ્ટેટ કમિશ્નર તરીકે ઓળખ આપી કાનૂની પ્રક્રિયાને ભ્રમિત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ખાણ ખનીજ કચેરીમાં બનાવટી એન્વાયરમેન્ટ ક્લીયરન્સ સર્ટિફિકેટ રજૂ કરવાનો આક્ષેપ તપાસ કર્મચારી દ્વારા પોલીસને જણાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત બીજા નામો જોડાયા હતા. જેમાં અતુલ સોમપુરા, સંજય વણઝારા અને રાજ ગોસ્વામીના નામ પણ સામેલ હતા.
પોલીસે ત્રણેય સામે ગુનાહિત સજા હેઠળ કાર્યવાહી શરૂ કરી છે. આ બનાવ સાબરકાંઠા જિલ્લામાં રાજકીય તથા સામાજિક સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે. ખોટા દસ્તાવેજો દ્વારા કાનૂની પ્રક્રિયામાં ભંગ કરવાનો પ્રયાસ થતાં કાયદાકીય કાર્યવાહી વધુ કડક બનવાની શક્યતા છે.
આ કેસમાં બનાવટી સર્ટિફિકેટ્સ સામે આવ્યા એ જ રીતે ઉપરાંત ઘણી બાબતો સામે આવી છે. કોઈ પણ વિભાગમાં કાઇપણ બનાવટી જોવામળે છે. તંત્રને સજાગરીતે કાર્યકારી આવી બનાવટી અને નકલી બાબતોનો નિકાલ કરવો ખૂબ જરૂરી છે.
આ પણ વાંચો:ભરૂચનાં સરસાડની માધ્યમિક શાળાનો ઈન્ચાર્જ આચાર્ય લાંચ લેતા ઝડપાયો
આ પણ વાંચો:સાબરકાંઠામાં પ્રાંતિજ મામલતદાર કચેરીનો મામલતદાર અને ડ્રાઈવર 50 હજારની લાંચ લેતા ઝડપાયા
આ પણ વાંચો:દાહોદમાં ચીલાકોટા ગ્રામ પંચાયતનો કોમ્પ્યુટર ઓપરેટર લાંચ લેતા ઝડપાયો
