Not Set/ આર્યન ખાને ડ્રગ લીધી નથી અને તેની પાસેથી કાઈ મળ્યું નથી તો જેલમાં કેમ? યુઝર્સે કહ્યું,….

આર્યનના કેસમાં પૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગી હાજર થઈ રહ્યા છે. રોહતગીની અરજી પર યુઝર્સ તેમની સાથે ઉભા જોવા મળે છે. કોઈએ તો એમ પણ કહ્યું કે આ સદીનો સૌથી મોટો પ્રશ્ન છે.

Top Stories Entertainment
મુકુલ રોહતગી આર્યન ખાને ડ્રગ લીધી નથી અને તેની પાસેથી કાઈ મળ્યું નથી તો

મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલ આર્યન ખાનને મંગળવારે પણ જામીન મળ્યા ન હતા. બોમ્બે હાઈકોર્ટે જામીન અરજી પર સુનાવણી બુધવાર સુધી મુલતવી રાખી છે. આર્યનના કેસમાં પૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગી હાજર થઈ રહ્યા છે. રોહતગીની અરજી પર યુઝર્સ તેમની સાથે ઉભા જોવા મળે છે. કોઈએ તો એમ પણ કહ્યું કે આ સદીનો સૌથી મોટો પ્રશ્ન છે.

મુકુલ રોહતગીની દલીલ 
અરજી દરમિયાન મુકુલે કોર્ટને કહ્યું કે આર્યનએ ન તો ડ્રગ્સનું સેવન કર્યું છે અને ન તો તેની પાસેથી તે ડ્રગ મળ્યું છે.  તો પછી તે 20 દિવસથી કેમ જેલમાં છે. ઉલ્લેખનીય છે કે, શાહરૂખ ખાનનો પુત્ર આર્યન 8 ઓક્ટોબરથી મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે. આર્યન પર NDPS એક્ટ હેઠળ ડ્રગ્સ રાખવા અને તેનો ઉપયોગ કરવાનો આરોપ છે.

સોશિયલ મીડિયા પર યુઝરની પ્રતિક્રિયાઓ

કેટલાક ખુશ તો કેટલાક નાખુશ
મુકુલની દલીલ બાદ યુઝર્સ તરફથી મિશ્ર પ્રતિક્રિયાઓ આવી હતી. એકે કહ્યું કે આર્યનના 20 દિવસ કોણ પરત લાવશે. તે માતાનો જન્મદિવસ અને માતા-પિતાની વર્ષગાંઠ પણ ચૂકી ગયો. એક યુઝરે લખ્યું છે – કલ્પના કરો કે શું આર્યન ખરેખર ગુનેગાર હતો. અન્ય એક યુઝરે લખ્યું છે – બરાબર આ જ સવાલ મારો પણ છે. તે જેલમાં કેમ છે? તેઓ તેને રિહેબ સેન્ટર મોકલી શકે છે, શા માટે તેને જેલમાં મોકલ્યો.

https://twitter.com/Waiting4Human/status/1452963968654266373?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1452963968654266373%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=about%3Asrcdoc

 

આ યુવાન છોકરાઓને, સુધરવાની તક આપો
સુનાવણી દરમિયાન રોહતગીએ બેન્ચને કહ્યું કે મારે સાક્ષી નંબર 1 અને 2 એટલે કે પ્રભાકર સાલ અને કેપી ગોસાવી સાથે કોઈ લેવાદેવા નથી અને હું તેમને ઓળખતો નથી. રોહતગીએ કહ્યું કે આ નવા છોકરાઓ છે. તેમને સુધારક ગૃહમાં મોકલવામાં આવી શકે છે. તેમની સામે કાર્યવાહી થવી જોઈએ નહીં. મેં અખબારોમાં પણ વાંચ્યું છે કે સરકાર સુધારાની વાત કરી રહી છે.

 

Technology / સુપરસ્ટાર રજનીકાંતે લોન્ચ કરી સોશિયલ મીડિયા એપ Hoote, જાણો તેના વિશે

Ekonk / ભારતની સૌથી ઝડપી ઇલેક્ટ્રિક હાઇપરકાર આવી રહી છે બજારમાં, 309 kmph ટોપ સ્પીડ

Auto / ટાટા ટિગોર EV દેશની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર, એક જ ચાર્જમાં 300Km થી વધુની ડ્રાઇવિંગ રેન્જ આપે છે