Not Set/ પાટણ : વરસાદી પાણીનો કાળો કહેર, ખેતરોમાં પાણી ભરાતા ખેતીને નુકશાન

મન મૂકીને વરસેલા મેઘરાજાએ આ વર્ષે ગુજરાતમાં કાળો કહેર વરતાવ્યો છે. તેમાં ઉત્તર ગુજરાતનાં પાટણ જિલ્લાનો પણ સમાવેશ થાય છે. પાટણ જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદે તબાહી મચાવી છે. વરસાદી પાણીએ ખેતરોમાં કાળો કહેર મચાવી રહ્યા છે. જિલ્લામાં ચાલુ વર્ષે 35,207 હેકટર જમીનમાં ખરીફ પાકનું વાવેતર ખેડૂતોએ કર્યું છે. જેમાં 17 હજાર હેકટર માત્ર બીટી કપાસનું […]

Top Stories Gujarat Others

મન મૂકીને વરસેલા મેઘરાજાએ આ વર્ષે ગુજરાતમાં કાળો કહેર વરતાવ્યો છે. તેમાં ઉત્તર ગુજરાતનાં પાટણ જિલ્લાનો પણ સમાવેશ થાય છે. પાટણ જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદે તબાહી મચાવી છે. વરસાદી પાણીએ ખેતરોમાં કાળો કહેર મચાવી રહ્યા છે. જિલ્લામાં ચાલુ વર્ષે 35,207 હેકટર જમીનમાં ખરીફ પાકનું વાવેતર ખેડૂતોએ કર્યું છે. જેમાં 17 હજાર હેકટર માત્ર બીટી કપાસનું વાવેતર નોંધાયું છે. ત્યારે ભારે વરસાદથી ખેતરોમાં કેડસમા પાણી ભરાતા ખેતીને નુકશાન પહોંચ્યુ છે.

રાધનપુર, સમી, હારીજ, સરસ્વતી સહિતના વિસ્તારોમાં હજુય ખેતરોમાં પાણી ઓસર્યા નથી. જેના કારણે ખેતીના પાકને નુકશાન પહોંચ્યું છે. ખેડૂતોની હાલત કફોડી બની છે. આ પરિસ્થિતિમાં કપાસ, જુવાર, બાજરીના પાકને વ્યાપક નુકશાન થયાનો અંદાજ સેવાઇ રહ્યો છે. ત્યારે રાજ્યના કૃષિ વિભાગ દ્વારા આ વિસ્તારમાં સર્વે કરી ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી આ વિસ્તારના ખેડૂતો માંગ કરી રહયા છે.

પાટણ જિલ્લામાં છેલ્લા કેટલાંય દિવસોથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે.  ભારે વરસાદનાં કારણે મેઘ કહેર થી લીલો દુષ્કાળ જેવી પરિસ્થિતિ નિર્માણ થવા પામી છે, તો  સાથે સાથે ભારે વરસાદ વરસતાં ખેતીને નુકશાન પહોંચતા ખેડૂતોની ચિંતા વધી છે. ખેતરોમાં વરસાદી પાણી ભરાતાં પાકને નુકશાન પહોંચ્યુ છે ત્યારે સરકાર દ્વારા સર્વે હાથ ધરી સહાય આપવાની માંગ ખેડૂતો કરી રહયા છે.

આ પણ વાંચો :લીલો દુકાળ : ખેતરોમાં પાણી ભરાઈ રહેતા પાક નષ્ટ

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click    https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.