Rajkot News/ રાજકોટ રેલનગરની 4 સોસાયટીમાં અશાંતધારો લાગુ કરવાની માંગ, કલેક્ટરને અપાયું આવેદન

રાજકોટના રેલનગર વિસ્તારમાં આવેલી ચાર સોસાયટીના રહીશોએ અશાંતધારો (Relnagar Society Ashant Dharo) લાગુ કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદન આપ્યું છે. મકાન ખરીદીના પ્રયાસોના આક્ષેપ બાદ તંત્ર પાસે તપાસની માંગ કરવામાં આવી છે.

Top Stories Gujarat Rajkot Breaking News
Relnagar Society Ashant Dharo: રેલનગરની 4 સોસાયટીમાં અશાંતધારો મુદ્દે કલેક્ટર સમક્ષ પહોંચ્યા રહીશો

Rajkot News: શહેરના રેલનગર વિસ્તારમાં આવેલી ચાર સોસાયટીઓમાં અશાંતધારો (Relnagar Society Ashant Dharo) લાગુ કરવાની માંગ સાથે રહીશોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. રહીશોએ આક્ષેપ કર્યો છે કે સોસાયટીમાં રહેતા પરિવારોને મકાનો વેચવા માટે મોટી રકમની લાલચ આપવામાં આવી રહી છે, જેના કારણે સ્થાનિકોમાં ચિંતા અને અસુરક્ષાનો માહોલ સર્જાયો છે. આ મામલે રહીશોએ જિલ્લા કલેક્ટર, પોલીસ કમિશનર અને સ્થાનિક કોર્પોરેટરને રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

Relnagar Society Ashant Dharo: ચાર સોસાયટીના રહીશોએ કરી રજૂઆત

મળતી માહિતી મુજબ, રાજકોટના રેલનગર મેઈન રોડ પર આવેલી ક્રિષ્ના પાર્ક સોસાયટીના રહીશો દ્વારા અશાંતધારો (Relnagar Society Ashant Dharo) લાગુ કરવાની માંગ કરવામાં આવી છે. રહીશોના જણાવ્યા મુજબ, ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં આશરે 100 જેટલા પરિવારો રહે છે. આ ઉપરાંત તેની સાથે જોડાયેલી હર્ષિલ પાર્ક, બિલીપત્ર અને લોર્ડ ક્રિષ્ના સોસાયટીમાં પણ મોટી સંખ્યામાં પરિવારો વસવાટ કરે છે.રહીશોના કહેવા પ્રમાણે, આ ચારેય સોસાયટીઓમાં હાલ મિલકતોના માલિક તરીકે સ્થાનિક પરિવારોનો કબજો છે.

મકાન ખરીદીના પ્રયાસોનો આક્ષેપ

રજૂઆતમાં રહીશોએ આક્ષેપ કર્યો છે કે છેલ્લા કેટલાક સમયથી કેટલાક લોકો દ્વારા સોસાયટીના રહેવાસીઓને મકાન વેચવા માટે મોટી રકમની ઓફર કરવામાં આવી રહી છે.રહીશોના જણાવ્યા અનુસાર, આવી પ્રવૃત્તિઓમાં છેલ્લા એક વર્ષ દરમિયાન વધારો થયો છે, જેના કારણે વિસ્તારમાં ભવિષ્યને લઈને ચિંતા વધી છે.

Relnagar Society Ashant Dharo: તંત્ર પાસે સ્થળ તપાસની માંગ

રહીશોએ રજૂઆતમાં જણાવ્યું છે કે કોઈપણ અનિચ્છનીય સ્થિતિ સર્જાય તે પહેલાં તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે.તેમણે માંગ કરી છે કે સમગ્ર વિસ્તારની સ્થિતિનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવે અને કાયદાકીય પ્રક્રિયા મુજબ સોસાયટીઓને અશાંતધારા હેઠળ આવરી લેવામાં આવે.

કલેક્ટર અને પોલીસ તંત્રને રજૂઆત

આ મામલે રહીશોએ જિલ્લા કલેક્ટર ડો. ઓમપ્રકાશને આવેદનપત્ર પાઠવ્યું છે.સાથે જ પોલીસ કમિશનર અને સ્થાનિક કોર્પોરેટરને પણ યોગ્ય કાર્યવાહી માટે રજૂઆત કરવામાં આવી છે.હાલ આ મામલે તંત્ર દ્વારા આગળ શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે.


આ પણ વાંચો:રાજકોટમાં પ્રથમવાર રેસકોર્સ રોડ, રૈયા રોડ અને એરપોર્ટ રોડની 28 સોસાયટીમાં અશાંતધારો લાગુ

આ પણ વાંચો:ધારાસભ્ય શૈલેષ મહેતાએ ભાયલીમાં અશાંત ધારો લાગુ કરવા CMને લખ્યો પત્ર

આ પણ વાંચો:અમદાવાદમાં 31 અશાંત વિસ્તારમાં 512 અરજીઓ નામંજૂર, 817 અરજીઓ મંજૂર કરાઈ