Gujarat election 2022/ ગુજરાત વિધાનસભામાં AAPને સીટ મળે કે ના મળે પણ ખેલ રાષ્ટ્રીય પાર્ટી બનાવાનો છે,6 ટકા મત મેળવી દરજ્જો મેળવવાની કવાયત

ગુજરાત માં આપ ને 6% થી વધુ મત મળે તો રાષ્ટ્રીય પક્ષની માન્યતા મળે અને 2024 ની લોકસભાની ચૂંટણી લડી શકે.

Top Stories Gujarat
35 ગુજરાત વિધાનસભામાં AAPને સીટ મળે કે ના મળે પણ ખેલ રાષ્ટ્રીય પાર્ટી બનાવાનો છે,6 ટકા મત મેળવી દરજ્જો મેળવવાની કવાયત

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડધમ વાગી ચૂક્યા છે ત્યારે તમામ પક્ષો તાડમાર તૈયારીમાં લાગી ગઇ છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી આવવાથી આ વખતે ચૂંટણી રસપ્રદ બની જશે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. હાલમાં એવી ચર્ચા ચાલી રહી છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને બહુમતી મળશે, સરકાર બનાવશે પરતું વાસ્તવિકતા એ છે કે આપ ની ગુજરાતમાં એન્ટ્રી વિધાનસભા ચૂંટણી માટે નહીં પણ લોકસભાની ચૂંટણીમાં રાષ્ટ્રીય પક્ષ નો દરજ્જો મેળવવા માટે ની છે, જો ગુજરાત માં આપ ને 6% થી વધુ મત મળે તો રાષ્ટ્રીય પક્ષની માન્યતા મળે અને 2024 ની લોકસભાની ચૂંટણી લડી શકે…

સામા પક્ષે સત્તાધારી પક્ષ ભાજપ ની પણ એવી ગણતરી અને મહેનત છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આપ ને 6 ટકા પણ મત ના મળે, સાથે સાથે ગુજરાતમાં જો એક પણ બેઠક પર આમ આદમી પાર્ટી જીતે તો 5વર્ષ સુધી ભાજપ માટે માથા નો દુખાવો બની જાય, તેથી ભાજપ ની પણ એવી ઈચ્છા છે કે, ભલે કોંગ્રેસની થોડી ઘણી બેઠકો આવે, પણ આપ ગુજરાત માં ઘૂસવું જોઈએ નહીં, એટલે કે ગુજરાતી કહેવત છે ને કે, ડોશી મરે એનો વાંધો નહીં પણ જમ ઘર ભાળી જવું જોઈએ નહીં.

ગુજરાતમાં તમામ તાકાતથી ચૂંટણી લડવા આવેલા આમ આદમી પાર્ટી અને તેના વડા અરવિંદ કેજરીવાલને હાલમાં જ જે પ્રિ-પોલ સર્વે આવ્યો અને તેમાં ‘આપ’ને ફક્ત 2 બેઠકો પણ મળે તો તેની સિધ્ધિ ગણાશે તેવું આમ આદમી પાર્ટીના રાજકીય પંડિતો માંની રહયા છે,આપ ના કેટલાક રાજકીય ગણતરીબાજો નું કહેવું છે કે, ગુજરાતના 6 ટકા કે તેથી વધુ મળે તો પણ અમને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો હાંસલ થઇ જશે અને અરવિંદ કેજરીવાલનો ટારગેટ એ છે કે તેણે ભાજપ અને કોંગ્રેસ પક્ષ રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મળી જાય.આમ આદમી પાર્ટી માટે ગુજરાતની ચૂંટણી બાદ રાષ્ટ્રીય પક્ષ તરીકેના દરજજા માટેનો વધુ એક દરજજો ખુલી શકે તેમ છે.પંજાબની ચૂંટણીમાં સતા હાંસલ કરનાર આમ આદમી પાર્ટી ગુજરાતમાં પણ સત્તા હાંસલ કરવા માટે મહેનત કરે છે.

આપ દ્વારા લગાવાયેલા એકથી વધુ રાજકીય વ્યુહ મુજબ ગુજરાતમાં સારા પ્રમાણમાં મતો અંકે કરવાના સંજોગોમાં પાર્ટીને રાષ્ટ્રીય પક્ષનો દરજજો મળી શકે અને તેના લાભાલાભ મેળવી શકવાની પણ ગણતરી છે..ચૂંટણી પંચના નિયમ અને બંધારણ મુજબ કોઈપણ પાર્ટી માટે રાષ્ટ્રીય પક્ષનો દરજજો મેળવવાના નિશ્ચિત માપદંડ છે. ચાર રાજયોની વિધાનસભા ચૂંટણીઓમાં છ ટકા કે તેથી વધુનો વોટશેર જરૂરી છે. દિલ્હી, પંજાબ તથા ગોવામાં 6 ટકાથી અધિકનો વોટશેર છે. ઉતરાખંડમાં 3.4 ટકા તથા ઉતરાખંડમાં 0.3 ટકા જ છે. ગુજરાતમાં 6 ટકાથી વધુ મત મળવાના
સંજોગોમાં ચાર રાજયોમાં 6 ટકાથી વધુ વોટશેર માપદંડ પૂર્ણ થઈ શકે છે.,જો કે, રાષ્ટ્રીય પક્ષની માન્યતા મેળવવા લોકસભાની બે ટકા અર્થાત 11 બેઠકોમાં જીત પણ જરૂરી હોય છે. ચાર રાજયોમાં વોટશેર સારો રહેવાના સંજોગોમાં 2024ની લોકસભાની ચૂંટણીમાં વધુ બેઠકો જીતવાના સંજોગો ઉજળા બની શકે તેમ છે.

દેશમાં હાલ સાત જ માન્ય રાષ્ટ્રીયપક્ષો છે તેમાં કોંગ્રેસ, ભાજપ, તૃણમુલ, કોંગ્રેસ, બસપા, સીબીઆઈ, સીપીઆઈએમ, એનસીપી તથા એનસીપી (નેશનલ પીપલ્સ પાર્ટી)નો સમાવેશ થાય છે. જો કે, આમાંથી પણ બસપા, એનસીપી તથા સીપીઆઈને પંચ દ્વારા અગાઉ નોટીસ પાઠવવામાં આવી હતી.રાષ્ટ્રીય પાર્ટી દેશની તમામ ચૂંટણી એક જ પ્રતિક પર લડી શકે. પાટનગર દિલ્હીમાં પાર્ટી ઓફિસ મળી શકે.