Political/ દેશમાં બે પ્રકારનાં હિંદુઓ-એક મંદિરમાં જઇ શકે અને બીજા મારા જેવા જે નથી જઇ શકતાઃ મીરા કુમાર

પૂર્વ લોકસભા સ્પીકર મીરા કુમારે પોતાના એક નિવેદનમાં કહ્યું કે, 21મી સદીનાં ભારતમાં પણ જાતિ પ્રથા ચાલુ છે. તેમણે કહ્યું કે, દેશમાં બે પ્રકારનાં હિંદુઓ છે – એક જે મંદિરમાં જઈ શકે છે અને બીજા જે નથી જઈ શકતા.

Top Stories India
મીરા કુમાર

પૂર્વ લોકસભા સ્પીકર મીરા કુમારે પોતાના એક નિવેદનમાં કહ્યું કે, 21મી સદીનાં ભારતમાં પણ જાતિ પ્રથા ચાલુ છે. તેમણે કહ્યું કે, દેશમાં બે પ્રકારનાં હિંદુઓ છે – એક જે મંદિરમાં જઈ શકે છે અને બીજા જે નથી જઈ શકતા. કુમાર, જે દલિત સમુદાયનાં છે, તેમણે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, ઘણા લોકોએ તેમના પિતા બાબુ જગજીવન રામને “હિંદુ ધર્મ છોડવા” કહ્યું હતું કારણ કે તેમને જાતિનાં કારણે ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો. તેમણે કહ્યું કે તેમના પિતાએ કહ્યું કે તે પોતાનો ધર્મ નહીં છોડે અને જાતિ પ્રથા સામે લડશે.

આ પણ વાંચો – IND Vs NZ / ભારતીય ટીમનાં 16 બેટ્સમેન જેમણે પોતાની ડેબ્યૂ મેચમાં ફટકારી હતી સદી, અહી જુઓ તેમની યાદી

કુમારે કહ્યું કે, તેમના પિતા પૂછતા હતા કે શું ધર્મ બદલવાથી કોઈની જાતિ બદલાય છે. રાજેન્દ્ર ભવનમાં આયોજિત એક કાર્યક્રમમાં કુમારે આ વાત કહી હતી. તેમના પહેલા રાજ્યસભાનાં સભ્ય જયરામ રમેશે તેમના નવા પુસ્તક “ધ લાઈટ ઓફ એશિયા: ધ પોઈમ ધેટ ડિફાઈન્ડ બુદ્ધ” પર પ્રવચન આપ્યું હતું. સર એડવિન આર્નોલ્ડ દ્વારા લખાયેલ પુસ્તક “લાઇટ ઓફ એશિયા” પ્રથમ 1879 માં પ્રકાશિત થયું હતું. આ પુસ્તકમાં બુદ્ધનાં જીવનને કવિતાનાં રૂપમાં રજૂ કરવામાં આવ્યું હતું. રમેશે કહ્યું કે તેમનું પુસ્તક તે કવિતા પર આધારિત છે અને એક રીતે તે વ્યક્તિનું જીવનચરિત્ર છે જેણે બુદ્ધની “માનવતાની બાજુ” જોયેલી છે, તેમની “દૈવી બાજુ” નો પક્ષ નહીં. તેમણે કહ્યું, “જ્યાં સુધી બિહારનાં બોધગયા ખાતેનાં મહાબોધિ મંદિરનાં સંચાલનનો સંબંધ છે, મારું પુસ્તક પણ હિન્દુ-બૌદ્ધ સંઘર્ષનાં સમાધાનની વાત કરે છે. મારું આ પુસ્તક લખવાનું એક કારણ એ હતું કે હું અયોધ્યાનાં સંદર્ભમાં બે ધર્મો વચ્ચેનાં સંઘર્ષનાં ઉકેલને સમજવા માંગતો હતો. રમેશે કહ્યું કે, ઘણા આંબેડકરવાદી બૌદ્ધ, જેઓ ધાર્મિક નેતાઓ નથી પરંતુ કાર્યકર્તા છે, તેઓ કહેતા આવ્યા છે કે “જો રામજન્મભૂમિ કેસમાં હિંદુઓને 100 ટકા નિયંત્રણ આપી શકાય છે, તો ભગવાન બુદ્ધની કર્મભૂમિ પર બૌદ્ધનું સો ટકા નિયંત્રણ કેમ નથી.” કુમારે પુસ્તક લખવા બદલ રમેશનો આભાર માન્યો અને કહ્યું કે પુસ્તકે સામાજિક વ્યવસ્થાનાં “બંધ દરવાજા ખોલવામાં” મદદ કરી છે જેમાં “લોકો ગૂંગળામણ અનુભવતા હતા.”

આ પણ વાંચો – પ્રયાગરાજ હત્યા કેસ / માતા અને સગીર પુત્રીની હત્યા પહેલા થયો હતો બળાત્કાર, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો

તેમણે કહ્યું, “આપણે 21મી સદીમાં જીવીએ છીએ, આપણી પાસે ચમકદાર રસ્તાઓ છે, પરંતુ તેના પર ચાલનારા ઘણા લોકો હજુ પણ જાતિ પ્રથાથી પ્રભાવિત છે. આપણું મગજ ક્યારે ચમકશે? આપણે આપણી જાતિ આધારિત માનસિકતા ક્યારે છોડીશું… હું તમને કહું છું કે બે પ્રકારનાં હિંદુઓ છે, એક જે મંદિરમાં જઈ શકે છે અને બીજા મારા જેવા જે જઈ શકતા નથી. કુમારે કહ્યું, “પુજારીએ ઘણી વાર મને મારા ગોત્ર વિશે પૂછ્યું હતું અને મેં તેમને કહ્યું હતું કે મારો ઉછેર ત્યાં થયો છે જ્યાં જાતિને ધ્યાનમાં લેવામાં આવતી નથી. આપણે સમજવું પડશે કે આપણી સંસ્કૃતિ બહુલવાદી છે. આપણે બધાએ આપણા જીવનની શ્રેષ્ઠ વસ્તુઓ જુદા જુદા ધર્મો પાસેથી શીખી છે અને તે આપણો વારસો છે.” લોકસભાનાં પૂર્વ અધ્યક્ષે કહ્યું કે આપણે બધાએ આધુનિકતાનાં માર્ગે ચાલીને વૈશ્વિક નાગરિક બનવું જોઈએ.